શિયાળા ની ઋતુમાં જોવા મળતી સૌની લોકપ્રિય શાકભાજી એટલે વટાણા. લોકો તેને જુદી જુદી રીતે
ખાવાનું પસંદ કરતાં હોય છે. જેમ કે રાંધેલા, શેકેલા અને બાફેલા તે બહુ સ્વાદિષ્ટ હોતા નથી પરંતુ આપણા શરીર અને આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમાં રહેલા વધુ પડતા વિટામીન ને કારણે વિટામીનનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે.
તેમાં રહેલા વિટામિન એ થી બી-૧,બી-૬ ,સી અને કે મળી આવે છે. તે ઉપરાંત વટાણા માં આયર્ન, ફાઇબર, પ્રોટીન, મેંગેનીઝ અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
લીલા વટાણા ના ફાયદા :-
1. વધુ પડતા વજન ને ઘટાડવા માટે લીલા વટાણા નું સેવન ખૂબ ફાયદાકારક છે.
2. ખરેખર તેમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર ઓછી કેલરી તથા ચરબી ઓછી હોવાને કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
3. સવારે નાસ્તા માં તેનું સેવન કરવાથી દિવસભર સ્ફૂર્તિદાયક રહે છે.
4. વટાણા માં વિટામિન કે વધુ હોવાથી હાડકાં ને મજબૂત બનાવે છે.હાડકાં માં થતા ઓસ્ટીઓપોરોસીસનું જોખમ ઘટાડે છે.
5. તેમાં રહેલા antioxdnt ના ગુણધર્મ ને લીધે રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.તે ઉપરાંત કોપર,જસત, મેંગેનીઝ ની હાજરી ને કારણે રોગોથી બચી શકાય છે.
6. વટાણા હ્દય ના રોગો માટે ફાયદાકારક છે. તથા હાઇબ્લડપ્રેશર અને હાર્ટએટેક નુ જોખમ દૂર કરે છે.
7. વટાણા આપણી ત્વચા ને યુવાન અને સુંદર નિખાર લાવવામાં મદદરૂપ થાય છે.તેમાં રહેલ ફ્લેવોનોઈડસ,કેરોટીન શરીર ને યુવાન બનાવે છે.તેમાં રહેલો એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મ શરીર ને ફીટ બનાવે છે.
મિત્રો,આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પરિવારજનો અને મિત્રોને જરૂરથી share કરજો.