શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો.

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા હાથ અને પગ માં તિરાડ પડવા લાગે છે.તેના લીધે ત્વચામાં પડતા ચીરામા ઈન્ફેક્શન, લોહી નીકળવું જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક વાર ખૂબ જ બળતરા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે નીચેના કારણો અને તેના ઉપચાર વિશે જાણીએ. અને દેશી ઘરેલું ઉપચારો વડે પગના ચીરા સરળતા થી અને 0 બજેટ વડે દૂર કરીયે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સમસ્યા થવાના કારણો અને ઉપચાર 

વધુ પડતા ગરમ પાણી નો ઉપયોગ ટાળવો
ઘણા લોકો શિયાળામાં વધારે પડતું ગરમ પાણી નો ઉપયોગ કરતા હોય છે.પરંતુ હૂંફાળા પાણીથી સ્નાન કરવુંજરૂરી છે.વધુ ગરમ પાણીથી નહાવાથી ત્વચા ઢીલી અને નિર્જીવ બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

 કબજિયાતથી બચવાના ઉપાય : કબજિયાતથી બચવા માટે આહારમાં મૂળો, ગાજર તથા લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ.ખાટા ફળો કે જેમાં વિટામિન સી મુખ્ય સ્તોત્ર છે જેવા કે આમળા નું સેવન ખુબજ ઉપયોગી છે.

 નોન ફિલ્ટર તેલ નો ઉપયોગ : ભોજનમાં અસંતૃપ્ત ચરબી હોવી જરૂરી છે.તેના લીધે ત્વચા બિનજરૂરી શુષ્કતાથી બચે છે. જેના કારણે ચેપ નું જોખમ અટકાવી શકાય છે.શિયાળામાં તૈલી ખોરાક જેવા કે નોન ફિલ્ટર ખાદ્યતેલ,અળસી,બદામ,અખરોટ મગફળી તથા તલનું તેલ ઉપયોગી સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 વરાળ લેવાનો ફાયદો : જે લોકો ને શુષ્ક ત્વચા ની સમસ્યા હોય તથા ઝડપ થી ચેપ લાગી જતો હોય તેમને લીમડાના પાન અને કપૂર નાખી ને પાણી ને ગરમ કરી ઇજાગ્રસ્ત ભાગ તથા આખા શરીરે લેવાથી રાહત થાય છે.

વધુ પડતા પાણી નો ઉપયોગ : સતત પાણી ના સંપર્ક માં રહેવાથી ચામડી સૂકી થઈ જાય છે તેના કારણે એડી માં ચીરા પડે છે ખાસ કરીને પુરુષો કરતા સ્ત્રીઓ માં વધુ જોવા મળે છે.કારણ કે કામકાજ ની સ્થિતિ પાણી માં વધુ હોવાથી રોગ નું પ્રમાણ વધુ જોવા મળે છે.

ઉપચાર

👉 ચીરા પડી ગયા હોય તો 100 ગ્રામ લીમડાના પાન 100 ગ્રામ લીમડાની છાલ 50 ગ્રામ કાચી હળદર તથા 50 ગ્રામ સરસવ અથવા નારિયેળનું તેલ લઈ ઉકાળીને જેલી જેવુ દ્રવ્ય બનાવી લગાવવાથી રાહત થાય છે.

👉 રાતે સૂતી વખતે ચીરા માં ગ્લિસરીન નો ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત નગોરાનું તેલ, એરંડીયું તથા કાળા તલનું તેલ ખૂબ જ ફાયદાકારક છે.

👉 આરોગ્યવર્ધક તરીકે ગંધક રસાયણ, શતાવરી અને ત્રિફળાચૂર્ણ નો ઉપયોગ કરવાથી સ્નિગ્ધતા નું પ્રમાણ વધે છે જેથી ચીરા માં રાહત થાય છે.

👉 મિત્રો, આ લેખ ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો પરિવારજનો માં જરૂરથી share કરજો…

Leave a Comment