આયુર્વેદ

ભીંડા નું શાક તો તમે ખાતા હશો પણ એના ફાયદા વિશે જાણતા ન હોય તો એક વાર અવશ્ય જાણીલો

મિત્રો આજના આર્ટિકલ માં ભીંડા ના ફાયદા વિશે જાણીશું. આપણે સૌ ભીંડા નું શાક તો જમીએ જ છીએ પણ એના ફાયદા વિશે તો કદાચ 10 % લોકોને જ ખબર હશે. તો આજે અમે તમને ગુણકારી ભીંડા ના ફાયદા વિસ્તારમાં જણાવી શુ.

કબજિયાત 👉 મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો ભીંડાનું શાક કે ભીંડી સાંભર બનાવીને ખાય તો તેમની કબજિયાત ની સમસ્યા દૂર થાય છે કેમ કે ભીંડા માં ફાયબર નું પ્રમાણ વધારે હોવા થી ડાયજેશન સારું બને છે અને કબજિયાત દૂર થાય છે.

લીવર પ્રોબ્લેમ 👉 જે લોકોને લીવર પ્રોબ્લેમ રહેતો હોય તો તે લોકો જો ભીંડાનું સેવન કરે એટલે કે ભીંડા નું શાક બનાવીને ખાય કે કાચા ભીંડા નું સેવન કરે તો લીવર પ્રોબ્લેમ કે લીવર સબંધિત સમસ્યા દૂર થાય છે કારણકે ભીંડા માં પેક્ટિન નામનું તત્ત્વ હોય છે જે લીવર ને સ્વસ્થ બનાવે છે અને લીવર સબંધી રોગો થી બચાવે છે.

ડાયાબિટીસ 👉 મિત્રો ભીંડા માં રહેલું યૂગેનોલ નામનું તત્ત્વ હોય છે જે આપણા શરીર સુગર લેવલ ને કંટ્રોલ માં રાખે અને ડાયાબિટીસ થી બચાવે છે અને ડાયાબિટીસ સબંધિત રોગોથી પણ બચાવે છે. તમે ભીંડા ને શાક, સાંભર કે પછી સલાટ માં કાચા પણ ખાઈ શકો છો.

માસિક દરમિયાન બ્લીડીંગ 👉 જે સ્ત્રીઓ ને માસિક દરમિયાન વધુ બ્લીડીંગ ની સમસ્યા હોય તે સ્ત્રીઓ માટે ભીંડા ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે કેમ કે માસિક દરમિયાન વિટામિન કે ની ખૂબજ જરૂર હોય છે અને વિટામીન કે સૌથી વધારે ભીંડા માં મળી આવે છે તેથી જો માસિક દરમિયાન વધુ બ્લીડીંગ થતું હોય તો ભીંડા ખાવા ખુબજ ફાયદાકારક માનવા માં આવે છે.

મોતિયો અને આંખો ના નંબર 👉 ઉંમર વધતા મોટિયાની સમસ્યા થતી હોય છે અને આ સમસ્યા માં જો ભીંડા નું શાક કે કાચા ભીંડા ખાવામાં આવે તો ખૂબજ ફાયદાકારક છે કેમ કે ભીંડા માં બીટાકેરોટીન નામનું તત્વ અને વિટામિન A હોય છે જે આંખો માટે ખૂબજ ગુણકારી હોય છે. અને આંખોમાં નંબર હોય તે લોકો પણ ભીંડા ખાય તો તેમના આંખો ના નમ્બર દૂર થાય છે અને આંખોની રોશની વધે છે.

ગર્ભપાત 👉 જે સ્ત્રીઓ ને અવારનવાર ગર્ભ ટકતું ના હોય તે સ્ત્રીઓ માટે ભીંડા ખૂબજ ગુણકારી હોય છે કેમ કે ભીંડા માં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન જરુરી છે એટલે ભીંડા ખાવાથી ગર્ભપાત નો ડર ઓછા રહે છે.

મિત્રો આ આર્ટિકલ માં એટલુંજ મિત્રો આ આર્ટિકલ તમારા કામ નો હોય અને તમારા માટે ફાયદાકારક લાગ્યો હોય તો જરૂર Share કરો….. Share કરો……
અને Follow કરો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *