દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિન માં ગ્લો
દૂધી નો ઉપયોગ મોટે ભાગે શાકભાજી માં જ કરવામાં આવે છે. શુ તમે જાણો છો તેના છીલકા અને રસ ના પણ અનેક ફાયદા છે. તેમાં આવેલા કાર્બોહાઈડ્રેટ ની હાજરી ને કારણે સરળતાથી પચી જાય છે. મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
દૂધી ના છાલ ના ઉપાયો:-
ત્વચા:- દૂધી ના તાજા છીલાકા ને વાટી ને તેનો લેપ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી મોં ધોવાથી ત્વચા માં નિખાર આવે છે.
તળિયામાં બળતરા:-દૂધીને કાપીને પગના તળિયે મસાજ કરવાથી પગની ગરમી અને બળતરા દૂર કરી શકાય છે.
પેટ ના રોગો:-દૂધીને ધીમા તાપે શેકી તેનું ભુરતું બનાવી તેમાંથી રસ કાઢી સાકર ભેરવી ને પીવાથી લીવર ના રોગોમાં લાભ થાય છે.
ઝાડા:-બાફેલી દૂધી નું રાયતું બનાવી સવાર- સાંજ
લેવાથી ઝાડા માં રાહત થાય છે.
દાંત નો દુઃખાવો:-૫૦ ગ્રામ દૂધી અને ૨૦ ગ્રામ લસણને વાટીને એક લીટર પાણી માં મિક્સ કરી તેનો ઉકારો બનાવી કોગળા કરવાથી દુઃખાવા માં રાહત મળે છે.
બવાસીર:-દૂધી ના છલટા ને છાંયડામાં સૂકવી ને તેનું ચૂર્ણ બનાવી સવાર-સાંજ એક ચમચી ઠંડા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
હૃદય :-હૃદય ને લગતી બીમારીમાં દૂધીના છાલટા
નો જ્યુસ પીવાથી ફાયદો થાય છે તથા હ્દય ની નસોને સાફ કરે છે.
વજન ઘટાડવા:-છાલ સાથે ની દૂધી,કોથમીર, ફુદીનો,તુલસી વગેરે નો જ્યુસ બનાવી અઠવાડિયામાં ૩ દિવસ લેવાથી સહેલાઈથી વજન ઘટાડી શકાય છે.
મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.