મિત્રો તમે મીઠા પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક ?
લોકો આજે પણ નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખશુદ્ધિ માટે કરતા હોય છે.ભોજન માં નાગરવેલનાં પાન નો મુખવાસ ના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે.પરંતુ મુખવાસ માં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા જોઇએ.
ચાલો,કંઈક નવું જાણીએ નાગરવેલનાં પાન ના ગુણધર્મો અને ઉપયોગો વિશે.
🔴 ગુણધર્મો
1. તેનું પાન સ્વાદે તીખું ,કડવું ,ગરમ ,અરુચિકર અને અગ્નિદીપક હોય છે.તથા અવાજ ને સુધારનાર અને મુખશુદ્ધિકર છે.
2. નાગરવેલનું લીલુ અથવા અપરિપક્વ પાન ત્રિદોષકાર ,બળતરા કરનાર રુચિકર અને ઉલટી કરનાર હોય છે.
3. તેનું પાકું પાન રુચિકર ,ત્રિદોષનાશક,પાચક ,ભૂખ લગાડનાર અને મુખશુદ્ધિકર હોય છે.
4. મુખ ના રોગો જેવા કે શરદી,ઉધરસ , દમ, અવાજ બેસી જવો,પેટનો દુખાવો,કૃમિ વગેરેને દૂર કરનાર છે.
🔴 ઉપયોગો
🔷 કફ માટે
નાગરવેલનું પાન તીખું ,ગરમ અને તીક્ષ્ણ હોવાથી શરદી ,કફ ,સળેખમ અને ઉધરસ વગેરે માં ઉત્તમ લાભ થાય છે.
૨-૩ નાગરવેલનાં પાન લઇ ઉકારી પછી તેને ઠંડું પાડી તેમાં મધ ભેરવીને લેવાથી કફ માં રાહત થાય છે.
🔷 દાંત નો સડો અને મુખશુદ્ધિકર
નાગરવેલ ના પાન માં ચર્વિકોલ નામનું તત્વ હોવાથી સ્વાદે તીખું લાગે છે.તે જંતુનાશક છે. તે ઉપરાંત તેમાં રહેલું સુગંધી તેલ દાંત નો સડો દૂર કરે છે.
તે ઉપરાંત તેમાં એલચી,જાવંત્રી અને કપૂર વગેરે નાખી ને ખાવાથી મુખ ની દુર્ગંધ દૂર થાય છે.
🔷 શ્વાસ-દમ
નાગરવેલનાં પાકા પાન માં એલચી ,૨ નંગ મરી,તુલસી ,આદુ , લીલી હરદર અને એક ચમચી મધ નાખીને ખાવાથી કફ છુટો પડે છે અને દમ -શ્વાસ માં રાહત થાય છે.
🔷 હૃદય રોગ માટે
નાગરવેલનાં પાન હ્દય ઉતેજક હોય છે.નાગરવેલનાં પાન નો ચાર ચમચી રસ માં સાકર મેળવીને ખાવાથી હૃદય ની નબરાઇ દૂર થાય છે.
🔷 અવાજનું બેસવું
નાગરવેલનાં પાન માં જેઠીમધ નો એક ટુકડો મૂકીને ખાઈ જવાથી અવાજ ખૂલીજાય છે.નાગરવેલનાં પાન કંઠ નો અવાજ સુધારનાર છે.
મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.