આજકાલ લોકો શરીર ની વિવિધ બીમારીઓ વિશે પીડાતા હોય છે પરંતુ હદય રોગ માટે સૌથી ઉત્તમ ઔષધ તરીકે અર્જુન ગણાય છે. અર્જુન કે ધોળા સાજડ નું ઝાડ મોટે ભાગે ઉત્તર ગુજરાત અને કોંકણ ના જંગલમાં જોવા મળે છે.તેની ઊંચાઈ 30 થી 80 ફૂટ જોવા મળે છે અને તેની છાલ ઔષધ તરીકે વપરાય છે.તે સફેદ -કથ્થાઈ રંગની હોય છે.3-6 ઇંચ લાંબા જામફળી જેવા પાન અને સફેદ રંગના ફૂલ જોવા મળે છે.તેનું ફળ ઈંડા આકાર નુ હોય છે.
અર્જુન ઔષધ નો મોટા ભાગે બધા જ ભાગો નો ઉપયોગ દવા માં વપરાય છે.ખાસ કરીને બધા રોગો માં વપરાય છે. ચાલો, જાણીએ અર્જુન ઔષધ ના ગુણધર્મો અને ઉપયોગો વિશે….
ગુણધર્મો:-
અર્જુન સ્વાદે તૂરો-ગળ્યો ગુણ માં ઠંડો ક્રાંતિકારક,પચાવવામાં હળવો તથા કફ,પીત્ત અને વિષદોષ કરનાર છે. તે અસ્થિભંગ,સંધિભંગ,શ્રમ , વાયુ હદયરોગ,પાંડુરોગ વગેરે નો નાશ કરનાર છે. તેનો ઉપયોગ મોટે ભાગે હ્દય ની બીમારી માટે થાય છે જેવી કે હ્દય ની ધમની માં જામેલ રુધિર ને વિખેરી નાખે છે તથા કોલેસ્ટેરોલ નું પ્રમાણ ઘટાડે છે.અને લોહીના દબાણ માં ઘટાડો કરે છે. તેનાથી વધુ પડતી ચરબી,રક્તદોષ અને ચાંદુ ને દૂર કરી શકાય છે.
અર્જુન ઔષધિ ના ઉપયોગો:-
1. હ્દય રોગ માટે:- અર્જુન છાલ નું ચૂર્ણ બનાવી ૩ ગ્રામ લઈ મધ સાથે ભૂખ્યા પેટે લેવાથી હદય રોગ માં રાહત થાય છે.તથા પ્રવાહી દવા 3-4 ચમચી હ્દય ને લાભકારક છે.
2. વધુ પડતા રક્તસ્ત્રાવ માટે:- અર્જુનછાલ ના ચૂર્ણ માં જેઠીમધ 1 ચમચી ઉમેરી ઘી કે ગોળ ના શરબત સાથે લેવાથી આરામ મળે છે.
3. ચહેરા પર ના ખીલ:- અર્જુનછાલ ના ચૂર્ણ માં દૂધ અથવા દૂધની મલાઈ ઉમેરી સવાર-સાંજ લગાવવાથી ખીલ ઓછા થઈ જાય છે.
4. લોહી પડતા હરસ-મસા:- અર્જુન છાલ,ગ્લોત્સવ, સોનેગરુ અને ગુલાબ ના પાન નું ચૂર્ણ બનાવી સાકર સાથે સવાર-સાંજ લેવું ફાયદા કારક છે.
5.વાળ ની સમસ્યા:- અર્જુનછાલ ના ચૂર્ણ ની પેસ્ટ બનાવી તેને વાળ માં લગાવી 1 કલાક પછી ઠંડા પાણીથી ધોઈ લેતા મજબૂત અને લાંબા થાય છે.
6. ટી.બી (ક્ષય) આને પિત્તરોગ:- અર્જુનછાલ માં અરડૂસીનાં પાન નો રસ ઉમેરી ચૂર્ણ બનાવી તેમાંથી 2 ગ્રામ દવા લઈ મધ, ઘી તથા સાકર સાથે લેવાથી રાહત થાય છે.
7 .ઘા-જખમ અને ચાંદુ માટે:- પહેલા અર્જુનછાલ ના ઉકાળા વડે ઘા ને સાફ કરો પછી ચૂર્ણ ને ઘ માં ભરવાથી રૂઝ આવે છે.
8. વાયુ રોગ માટે:- અર્જુનછાલ ના ચૂર્ણ માં સૂંઠ ઉમેરી રોજ રાત્રે લેવાથી વાયુ દૂર થાય છે.તે શરીર માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે.
મિત્રો, જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.