શું તમારા હોંઠ શિયાળામાં ફાટી જાય છે ? તો અપનાવો આ દેશી ઘરેલુ ટિપ્સ.

મિત્રો શિયાળાનું આગમન થઈ ગયુ છે તો સાથે ઠંડી પણ કડકડતી પડવા લાગી છે અને સાથે સાથે ઠંડી ને લીધી શરીર માં ઘણા બદલાવ પણ જોવા મળે છે. પણ તેમાં એક મોટો બદલાવ ત્વચા પર થાય છે અને તેમાં પણ હોંઠ પર તો વધારે થાય છે. શિયાળા માં હોંઠ ફાટવા તે આમ વાત છે પણ તેના કારણે એક તો કડકડતી ઠંડી હોય અને તેમાં હોંઠ ફાટયા હોય એટલે હોંઠ પર બળતરા તો થાય જ પણ મિત્રો આ લેખ માં અમે તમને એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવી શુ કે શિયાળા માં તમારા હોંઠ જરા પણ ફાટશે નહીં અને ફાટયા હશે તો પણ એકદમ તમારા હોંઠ મુલાયમ બનશે.તો ચાલો વધુ માં જાણીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉  મિત્રો કેટલીક વાર આપણે શિયાળા માં પાણી પીવાની તરસ ઓછી લાગતી હોય છે. અને તેની કારણે પણ હોંઠ ફાટવાની સમસ્યા થતી હોય છે એટલે શિયાળામાં પાણી પીવાનું વધુ રાખો કેમ કે વધુ પાણી પીવાથી તમારા હોંઠ ફાટશે નહીં અને ફાટયા હશે તો પણ એકદમ મટી જશે અને મુલાયમ બની જશે.

👉  જો તમારા હોઠ દરેક ઋતુમાં ફાટતા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર એક થી બે મિનિટ દેશી ગાય ના દૂધ ની મલાઈ લગાવવાથી હોઠ ફાટતા નથી અને મુલાયમ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉   ચાર ચમચી મસૂરની દાળ લો અને તેની સારી રીતે એકદમ મેદા જેવી પીસી લો. અને તેમાં એક ચમચી અડદ દાળ મિક્ષ કરી મલાઈ મિક્ષ કરી લાગવાથી હોંઠ એકદમ મુલાયમ બનશે અને ફાટશે પણ નહીં.

👉  જો તમને શિયાળામાં હોઠ પર ચીરા પડવાની સમસ્યા રહેતી હોય તો દૂધની તાજી મલાઈ લઈ તેમાં એક ચમચી ચના દાળ દળીને તેમાં બરાબર મિક્સ કરી અઠવાડિયા સુધી હોઠ પર લગાવવાથી ચીરા પડવાની સમસ્યા દૂર થઈ જાય છે અને હોટ એકદમ રેશમ જેવા લિસા અને મુલાયમ બને છે. ગુલાબની સૂકી પાંદડીને દૂધ અથવા મલાઈ સાથે મિકસ કરીને હોઠ પર લગાવવાથી હોઠ રેશમ જેવા મુલાયમ થશે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉   જો તમારે હોઠ મુલાયમ અને ગુલાબ જેવા ગુલાબી રાખવા હોય તો તમારા હોઠ પર દરરોજ દેશી ગીર ગાય ના દૂધથી બનેલું ઘી લગાવવું જોઈએ પરંતુ જો તમારે હોઠ મુલાયમ ની સાથે ગુલાબી કરવા હોય તો ઘી સાથે લાલ ટામેટા નો રસ મિક્સ કરી ને તેને દરરોજ રાત્રે લગાવી ને સવારે ધોઈ લેવું જેનાથી તમારા હોઠ વધુ ગુલાબી રંગ ના અને રેશમ જેવા મુલાયમ  બનશે.

👉   ત્રણ થી ચાર ટીપા ગ્લિસરીન અને એક નાની ચમચી ગુલાબજલને ભેગું કરીને દિવસમાં બે થી ત્રણ વાર હોઠ પર લગાવવાથી તમારા ફાટેલા હોઠ પહેલા જેવા હતા એવા થઈ જશે. અને બીજીવાર હોંઠ ફાટશે પણ નહીં.

👉  હોઠ પર દૂધી અને ટામેટા ના રસમાં ગુલાબજળ મીક્ષ કરીને લગાવવાથી તમારા હોઠ ને કુદરતી કલર મળશે અને મુલાયમ પણ બનશે અને સાથે સાથે હોઠ સ્વસ્થ રહેશે.

👉  શરીરમાં વિટામિનની ઉણપના લીધે પણ બીજી ઋતુમાં હોઠ ફાટી જતા હોય છે માટે જો તમે લીલા શાકભાજી, પપૈયા, માખણ, દૂધી, ટામેટા, આમળાં, દાળ, સોયાબીન વગેરે ના ખાતા હોય તો આ બધું ખાવું જોઈએ જેનાથી વિટામિનની ઉણપ દૂર થાય છે અને આપણા હોઠ પર રાહત મળે છે.

👉  જો તમારા હોઠ વધુ પ્રમાણમાં ફાટી ગયા હોય અને ઉપરથી મૃત ત્વચા પણ નીકળતી હોય તોરાત્રે સૂતી વખતે સૌ પ્રથમ એ મૃત ત્વચાને કાઢી નાખો અને પછી સુતરાઉના કપડાથી હળવા હાથે થી ઘસી લો અને ત્યારબાદ હોઠ ઉપર ઘી કે મલાઈ કે માખણ લગાવી દો. તો તેનાથી હોઠ ફરીથી ફાટશે નહીં અને રાહત મળશે.

👉  જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.

👉  તો હા મિત્રો આ ઘરેલુ ઉપચાર કરવાથી તમારા ગમે તેટલા હોઠ ફાટયા હશે તો પણ તૈયાર થઈ જશે. અને આ ઉપાય કરવાથી તમારા હોઠ પહેલા જેવા હતા તેવા થઈ જશે.

🔷  નોંધ : જો તમારે કોઈ સ્કિન ડોક્ટરની ખીલ કે ખીલના દાગ માટેની દવા શરૂ હોય તો તમારા હોઠ ફાટતા હશે ત્યારે તમારે આ ઉપાય કરવાના નથી પરંતુ ડોક્ટરની સલાહ લઈને આ ઉપચાર કરવા અથવા તો નહીં કરવા હિતાવહ છે.🔷  તો હા મિત્રો તમને અમારૂ આર્ટિકલ ગમ્યું હોય તો તમારા મિત્રોને Share કરો અને હા હજુ સુધી અમારા આ પેજને LiKe નથી કર્યું તો Page ને LiKe અને Follow કરી લો. ધન્યવાદ…

Leave a Comment