કુકિંગ ઓઇલ થી હાર્ટ રહે છે હેલ્ધી. આ રહ્યા ફાયદાઓ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now
★  આપના ખોરાક માં કુકિંગ ઓઈલનું વધારે છે. યોગ્ય તેલ પસંદ કરવાથી શરીર ને સ્વસ્થ ફેટ મળી રહે છે.ખરાબ ફેટ જે રક્તવાહિનીઓ શરીર નાં અન્ય અંગો ને લોહી પહોંચાડતી તેમાં જમા થાય છે. એથી હૃદય સંબંધી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. એનાથી બચવા માટે યોગ્ય તેલની પસંદગી કરવી જોઈએ.
★  રાઈસ બ્રેન ઓઇલ છે એક વિકલ્પ :-
:-  શરીર માં ફેટ નો ઉપયોગ પોષકતત્વો ના શોષણ માટે થાય છે. માત્ર પોષકતત્વો થી મળતી ફેટ શરીર ની પાયાની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. જેમ કે , રાઈસ બ્રેન ઓઇલ શરીર માં ખરાબ કોલેસ્ટોલ ના લેવલને અસર કરે છે. અને ખરાબ ફેટને જમા થતી અટકાવે છે. તે લોહી નું પરિભ્રમણ સારી રીતે થવા દે છે.
★  હાઈ કોલેસ્ટોલ જોખમી :-
:-  કોલેસ્ટોલ નું પ્રમાણ વધારે હોવાથી રક્તવાહિનીઓ માં ફેટ જમા થવા લાગે છે. એથી તેમાં અવરોધ ઉભા થયા છે અને હૃદય સુધી ઓક્સિજન પહોંચતો નથી. મગજ માં લોહીનું પરિભ્રમણ ઓછું થવાથી બ્રેન સ્ટ્રોક નું જોખમ રહે છે. હાઈ કોલેસ્ટ્રોલ અસ્વસ્થ જીવનશૈલી નું પરિણામ છે, જેનાથી સાવધ રહેવું જરૂરી છે.

Leave a Comment