આયુર્વેદ

દેશી માટીના માટલાંનું પાણી પીવાના છે એક નહિ અનેક ફાયદાઓ

મિત્રો આજે આપણે જાણીશું માટીના માટલા નું પાણી પીવાના અદ્ભૂત ફાયદાઓ. મિત્રો આ ફાયદાઓ જાણીને તમે વિલાયતી માટલા એટલે કે ફ્રીજ તો ભૂલી જ જશો કેમ કે ફ્રીજ આપના માટે નથી આપણા માટે તો દેશી માટીના માટલાં જ ઉત્તમ છે. તો ચાલો વધુમાં જાણી લઈએ માટીના માટલાનું પાણી પીવાના અદભૂત ફાયદા.

દેશી માટીના માટલાં નું પાણી પીવાથી આપણી બોડી નું Ph લેવલ જળવાઈ રહે છે જેનાથી એસીડીટી અને પેટના દુઃખાવા થતા હોય તો મટી જશે અને અને ઉંમર વધતા આગળ પણ એસિડિટી અને પેટના દુઃખાવા પણ ના થાય.

માટીના માટલાં એટલે આપણા દેશનું માટલું. આ માટલાં નું પાણી પીવાથી શરદી, કફ ની તકલીફો થતી નથી અને ગળા ની સમસ્યાઓ પણ દૂર થાય છે. જો આસ્થમાં ના દર્દીઓને માટલાનું પાણી પીવે તો તેમને સારો ફાયદો થાય અને અને ગળામાં. અને છાતી માં જામેલો કફ આસાની થી નીકળે છે.

ગર્ભાવસ્થા માં જો સ્ત્રીઓ દેશી માટીના માટલાનું પાણી પીવે તો તેમને સારો ફાયદો થાય છે અને તેમનું બાળક પણ સ્વસ્થ રહે છે અને ડિલિવરી સમયે કોઈ તકલીફો પડતી નથી. દેશી માટીના માટલાનું પાણી આપણા માનવ શરીરમાં વાત-પિત્ત ને નિયંત્રિત રાખે છે અને તેથી આપના શરીરની ગંભીર સમસ્યાઓ જેવી કે લકવો થયો હોય તેવા દર્દી માટે ખુબજ ફાયદાકારક છે.

દેશી માટલાનું પાણી પીવાથી આપણી બોડીનું મેટાબોલિઝમ સિસ્ટમ સારી બને છે જેનાથી વધતા વજન થી પરેશાન લોકો સારો ફાયદો મેળવી શકે છે કેમ કે મેટાબોલિઝમ સારું બને છે તો વજન વધતું નથી.

જો કોઈ પુરુષ ને સેક્સ સંબંધિત સમસ્યા હોય તો તે માટલાનું પાણી પીવે તો તેના માટે ખુબજ ગુણકારી છે અને માટલાનું પાણી પીવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ સક્રીય બને છે તેથી સેક્સ સંબંધિત રોગો માં સારો ફાયદો થાય છે.

દેશી માટલાનું પાણી પીવાથી પથારી ની સમસ્યા નહિવત રહે છે કેમ કે માટીનાં માટલા માં ભરેલું પાણી માંથી ક્ષાર બહાર એટલે કે માટલાં પર આવી જાય છે તેથી પથરી ની સમસ્યાઓ થતી નથી.

મિત્રો આ આર્ટિકલ્સ તમારા માટે ખૂબજ ફાયદાકારક છે તો આનું અનુકરણ તમારા માટે વરદાનરૂપ છે તો મિત્રો આ આર્ટિકલ તમારા મિત્રો સાથે અવશ્ય Share કરો……. અને  Follow જરૂર કરો…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *