મિત્રો આપણા બાપ-દાદા રોજ ખેતરે જતા ત્યારે ખિસ્સામાં એક મુટ્ટી મગફળી નાખતા જતા અને આવતા જતા ખાતાં. અને રોજ રાતે જમ્યા પછી એક મુટ્ટી મગફળી ખાતા. એટલે તો એમના શરીર મજબૂત એટલે કે પેલવાન જેવા રહેતા અને અત્યારે લોકો જોવો શરીર માં કેવા બદલાવ છે. તો ચાલો મિત્રો હવે જાણીએ રોજ એક મુટ્ટી મગફળી ખાવાના ફાયદાઓ.
ડિપ્રેશન :-
જે લોકો ડિપ્રેશન થી પીડાતા હોય તેમને રોજ એક મુટ્ટી મગફળી ખાવી જોઈએ કેમ કે આમાં ટ્રિસ્ટોફેન નામનું તત્વ હોય છે જે ડિપ્રેશન સામે રક્ષણ આપે છે.
ડાયાબિટીસ :-
રોજ સવારે એક મુટ્ટી અને રાતે જમ્યા પછી એક મુટ્ટી મગફળી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. અને ડાયાબિટીસ ને લીધે થતા રોગો સામે રક્ષણ આપે છે.
પ્રેગ્નન્સી :-
પ્રેગ્નન્સી દરમિયાન ફોલિક એસિડ ખૂબજ જરૂરી તત્ત્વ માનવામાં આવે છે અને ફોલિક એસિડ નેચરલી મગફળી માંથી મળી આવે છે તેથી રોજ એક મુટ્ટી મગફળી ખાવાથી ફોલિક એસિડ ની પૂરતી થાય છે.
કબજિયાત :-
કબજિયાત એક એવી તકલીફ છે જે 100 લોકો માંથી 80 % લોકોને અવશ્ય આ તકલીફ હોય જ છે માટે રોજ રાત્રે જમ્યા પછી જો એક મુટ્ટી મગફળી ખાવામાં આવે તો કબજિયાત ની સમસ્યા 100 % સરસ થાય છે કેમ કે કબજિયાત માટે ફાયબર ની ખૂબજ જરૂર હોય છે અને તે મગફળી માંથી મળી આવે છે. તેથી રોજ એક મુટ્ટી મગફળી ખાવાની ચાલુ કરી લો.
એક્ઝિમા :-
મગફળી માં એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે જે એક્ઝિમા માં જેવા રોગો સામે સારું રક્ષણ આપે છે અને તેથીજ જો આપણે રોજ સવારે અને સાંજે મગફળી નું સેવન કરીએ તો એક્ઝિમા જડમૂળથી દૂર થાય છે.
મસલ્સ મજબૂત બનાવવા :-
મગફળી માં કેલ્શિયમ અને પ્રોટીન ની માત્રા વધુ હોવાથી શરીર ના તમામ મસલ્સ મજબૂત બનવા મગફળી નું સેવન કરવું ખૂબજ જરૂરી છે એટલે જ અખાડા માં કસરત કરતા પેલવાન લોકો રોજ મગફળી ખાતાં હોય છે. એટલે રોજ એક મુટ્ટી મગફળી સવારે ખાવી તેનાથી મસલ્સ મજબૂત બનશે.
સ્કિન પ્રોબ્લેમ :-
દેશી મગફળી માં ઓમેગો 6 – ફેટી એસિડ હોવાથી સ્કિન ના પ્રોબ્લેમ દૂર રહે છે તેથીજ સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે જેથી જો આપણે રોજ એક મુટ્ટી મગફળી ખાવી જોઈએ.
મિત્રો આ આર્ટિકલ માં એટલુંજ જો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂર તમારા મિત્રો સાથે અવશ્ય Share કરો….. અને Like કરો……..