અનેક રોગોનો દુશ્મન એટલે કડવો લીમડો
:- લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.
:- લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.
:- નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી.
:- લીમડાનું દાતણ સર્વોત્તમ ગણાય છે. જો નિયમિત રીતે તેનુ દાતણ કરવામાં આવે તો પેઢાંના વિકારો દૂર થશે, અન્નનળી સાફ અને રોગમુક્ત થશે. લીમડાની એક આંગળી જેટલી ડાળ લઈ તેનું નિયમિત દાતણ કરવાથી દાંત નીરોગી બને છે. પાયોરિયા મટે છે. દાંતમાંથી લોહી-પરું પડતાં હોય તો તે બંધ થાય છે.
:- લીમડાના તેલમાંથી બનાવેલો સાબુ ત્વચાના રોગો માટે ગુણકારી છે. રક્તવિકારની સમસ્યામાં તેનાં પાનને વાટી તેનો રસ લેવાથી રાહત મળે છે.
:- સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યામાં રાહત મેળવવા લીમડાનાં સાત પાનને આદુંના રસ સાથે પીવાથી તથા કેટલાંક પાંદડાંઓને પાણીમાં ઉકાળી પેઢુ પર બાંધવાનો પ્રયોગ કરો.
:- લીમડાના તેલની માથા પર માલિશ કરવાથી સફેદ વાળ કાળા થઇ ભરાવદાર બને છે.
:- સાંધાના દુખાવામાં લીમડાનું તેલ અકસીર ગણાય છે. જ્યાં દુખાવો થતો હોય ત્યાં લીમડાના તેલનું રોજે માલીશ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
:- નાના બાળકને લીમડાનાં પાનનો રસ પિવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેની વિટામિન એ ની ખામી દૂર થાય છે. લીમડાનાં પાનને ગરમ પાણીમાં થોડા સમય માટે રાખીને પછી તે પાણીથી સ્થાન કરવામાં આવે તો તાવમાં રાહત મળે છે.
:- લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી માથું સારા સાબુ તથા શેમ્પૂથી ધોઈ નાખો.
શરીર ઉપર ખસ, ફોડકી, અળાઈ કે ચામડીના કોઈ રોગ થયા હોય તો લીમડાનાં પાન ઉકાળી તે પાણીથી નિયમિત નાહવાથી જે તે તકલીફ દૂર થાય છે.
શરીર ઉપર ખસ, ફોડકી, અળાઈ કે ચામડીના કોઈ રોગ થયા હોય તો લીમડાનાં પાન ઉકાળી તે પાણીથી નિયમિત નાહવાથી જે તે તકલીફ દૂર થાય છે.
:- લીમડો માત્ર ઠંડક જ નથી આપતો પણ જંતુનાશક પણ છે. અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ લીમડાને ‘મેડિસિન ટ્રી ઑફ ઈંડીયા’ તરીકે બીરદાવ્યું છે. લીમડો ‘ઍર પ્યોરીફાયર’ એટલે હવાનો શુદ્ધિકારક ગણ્યો છે. તેમાંથી ફેલાતી વાસથી બેક્ટૅરિયા તથા જીવજંતુ પણ દૂર ભાગે છે. લીમડાનાં સૂકાં પાનને બાળતાં તેના ધુમાડાથી મચ્છર પણ ભાગી જાય છે. આથી ઠંડક સાથે શુદ્ધતા !!!
:- ઓરી, અછબડા અને શીતળા જેવાં રોગો થયા હોય ત્યારે ઘરનાં બારણે કડવા લીમડાની ડાળી લગાડવામાં આવે છે અને દર્દીની પથારીની આસપાસ લીમડાની ડાળીઓ મૂકવામાં આવે છે જેથી શીતળતા ફેલાય છે.
:- લીમડાનું ટર્વેનોઇડ નામનું તત્વ જંતુ મારવાનું કામ કરે છે. ફ્લુ અને તાવના દરદીઓની પથારીની આસપાસની હવામાંના વાઇરસનો નાશ કરવા પથારીની ફરતે લીમડાનાં પાન પાથરવામાં આવે છે. રોજ સાંજે લીમડાનાં પાનની ધૂણી કરીને ઘરના ખૂણે-ખૂણે ફેરવવાથી મચ્છરો અને અન્ય બૅક્ટેરિયા નાશ પામે છે.
:- જો ગરમીનાં દિવસોમાં જો લીમડાનાં કૂણાં પાનનો રસ પીવામાં આવે તો શરીરની સાથે સાથે આંખની ગરમી પણ દૂર કરે છે. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.
:- આયુર્વેદના મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો, પચવામાં હળવો, ઠંડો, વ્રણ-ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે. તે કફ, સોજો, પિત્ત, ઊલટી, કૃમિ, હૃદયની બળતરા, કોઢ, થાક, અરુચિ, રક્તના વિકારો, તાવ અને ઉધરસને મટાડનાર છે.
:- લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે. તે હરસ-મસા, વ્રણ, કૃમિ, વાયુ, કોઢ, રક્તના વિકારો અને તાવને મટાડે છે.
તેની છાલમાં નિમ્બિન, નિમ્બિડિન, નિમ્બોસ્ટેરોલ, ટેનીન, માર્ગોસિન નામનું એક કડવું ઘટક વગેરે રહેલાં છે.
તેની છાલમાં નિમ્બિન, નિમ્બિડિન, નિમ્બોસ્ટેરોલ, ટેનીન, માર્ગોસિન નામનું એક કડવું ઘટક વગેરે રહેલાં છે.
:- લીંબોળીના તેલમાં ગંધક, રાળ, ગ્લાઇકોસાઇડ તથા એક ક્ષાર રહેલો છે. આ તત્ત્વો તેના ઔષધીય ગુણો માટે મહત્ત્વનાં છે.
:- તે રક્તશોધક અને ત્વચા રોગનાશક છે. લીમડામાં કીટાણુનાશક તત્વ છે. લીમડાના ફૂલનો અર્ક રક્તની કમી, કૃમિ, ફોડલા-ફોડલી તથા કૃષ્ઠ રોગથી છૂટકારો આપવામાં લાભદાયક છે. લીમડાના ફૂલનો કાઢો બનાવી પીવાથી દાંત તથા પેઢા મજબૂત થાય છે.
:- લીમડાના ઉકાળેલા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં કોઇપણ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો તે દૂર થાય છે.
:- લીમડાના તેલમાં મધ ભેળવવું. રૂના પૂમડાને આ મિશ્રણમાં ભેળવી કાનમાં રાખવું. આમ કરવાથી કાનની સફાઇની સાથેસાથે કાનમાં જખમ -ઘા થયો હોય તો તે પણ રુઝાય છે.
:- બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગળીને નીકળી જાય છે.
:- લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેમાં થોડી ફટકડી નાખી ભેળવી દેવું. આ પાણીથી યોનિ સાફ કરવી.શ્વેત પ્રદરની તકલીફ ગમે તેટલી જૂની હશે તો પણ આરામ અવશ્ય મળશે.
:- લીમડાનાં પાનને પીસી તેના લેપને ચહેરા પર લગાવાથી ખીલ દૂર થઇ શકે છે. તેમજ તેના પાનને પાણીમાં ઉકાળી અને ઠંડું પાડ્યા બાદ તેનાથી ચહેરો ધોવાથી પણ ખીલ દૂર થઇ શકે છે. લીમડાનાં પાનનો રસ પીવાથી લોહી શુદ્ધ રહે છે અને ચહેરાની ચમક વધે છે.
:- લીમડાનાં પાનને પીસી તેનો રસ કાઢી સપ્તાહમાં એકવાર પીવાથી પેટની બીમારી થતી નથી. તેનાં પાન અને કાળાં મરીને લગભગ દસ દિવસ ફાકવાથી શરદી તથા કફમાં રાહત રહે છે.
:- દમના રોગ માટે પણ લીમડાનાં પાન ફાયદાકારક છે. લીમડાનાં પાનમાંથી નીકળતા રસને પીવાથી દમ જેવા રોગમાંથી રાહત મેળવી શકાય છે.
લીમડો શીતળ, હલકો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. એ ઘા રુઝાવે છે, સોજા ઉતારે છે તેમ જ કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુ મટાડે છે. એની બહારની છાલ કરતાં અંદરની છાલમાં ગુણ વધારે હોય છે. કડવો રસ હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. એનાં પાન અને છાલ જંતુઘ્ન, વ્રણશોધન અને બળતરા શમાવનારાં છે. લીમડાની લીંબોળીઓની અંદરનું બીજ ઘા રુઝાવનારું અને રોગો મટાડનારું ગણાય છે.
લીમડો શીતળ, હલકો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. એ ઘા રુઝાવે છે, સોજા ઉતારે છે તેમ જ કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુ મટાડે છે. એની બહારની છાલ કરતાં અંદરની છાલમાં ગુણ વધારે હોય છે. કડવો રસ હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. એનાં પાન અને છાલ જંતુઘ્ન, વ્રણશોધન અને બળતરા શમાવનારાં છે. લીમડાની લીંબોળીઓની અંદરનું બીજ ઘા રુઝાવનારું અને રોગો મટાડનારું ગણાય છે.
:- ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે ને લીમડાથી એ બન્ને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદભૂત દવા ગણાય છે. લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરવાનો ગુણ ધરાવે છે. ખીલ થવાં, ખરજવું થવું, ચામડીમાં બળતરા થવી, ખરી પડવી જેવી તકલીફોમાં લીમડાનાં લીલાં પાન લસોટીને એનો લેપ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવો.
:- પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી નીકળી જાય છે. લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાનાં પાન વાટી એમાં ચપટીક હિંગ ભેળવીને ખાઈ જવાં.
:- પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને એને ખૂબ જ ફીણવો. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જશે.
:- લીમડાનાં પાનના રસમાં ચપટીક ખડીસાકર મેળવીને આઠ-દસ દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે.
:- કૉલેરાનો વાવર ચાલતો હોય ત્યારે એક તોલો લીમડાનાં પાનમાં ચપટીક કપૂર અને એટલી જ હિંગ નાખીને ગોળી બનાવવી. જ્યાં સુધી કૉલેરાના ચેપનો ભય હોય ત્યાં સુધી રોજ રાત્રે આ ગોળી ખાઈ જવાથી કૉલેરા સામે રક્ષણ મળે છે.
:- કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે.
:- દાદ(હર્પિસ) થયો હોય તે જગ્યાએ લગાવો, થોડા જ દિવસોમાં દાદનું કામ તમામ થઈ જાય છે. અસ્થમાના દર્દીઓ લીમડાના બીજનું બીજ પાનમાં નાખી ચાવવું જોઈએ.
:- લીમડાના ફૂલોનું સેવન કરવાથી કફ નષ્ટ થઈ જાય છે. લીમડાની છાલથી ખાંસી, પાઇલ્સ વગેરે રોગો દૂર થાય છે. શરીર ઉપર સફેદ દાગ થાય ત્યારે લીમડાના ફૂલ, ફળ તથા પાન મેળવી ઝીણું પીસી લો. તેને પાણીમાં મેળવી પીવાથી લાભ પહોંચે છે. લીમડાંની કાચી લીંબુડીઓનું સેવન કરવાથી પેટના કીડા, પાઇલ્સ અને કોઢ વગેરે દૂર થાય છે. ખાવામાં અરુચિ થાય ત્યારે પણ લીમડાના પાનનું સેવન લાભપ્રદ રહે છે.
:- લીમડાના લીલા પાનના રસના ટીપા નાકમાં નાખવાથી માથાનું દર્દ દૂર થઈ જાય છે કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો દૂર થાય છે. લીમડાના તેલથી માલિશ કરવાથી ચામડીના રોગો સારા થઈ જાય છે. લીમડાના પાનને ઉકાળી અને ઠંડું કરીને નહાવામાં આવે તો તેનાથી ખૂબ જ ફાયદો થાય છે.
:- કડવા લીમડાના કુણા પાન રોજ ખાવાથી કે લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
:- હરડે, બહેડા, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
:- કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
:- લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.
:- શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.