★ નાની નાની વાતે દવાખાને જવુ તે યોગ્ય નથી .આપના ઘર માં કેવી કેટલીક દવાઓ હોય જ છે તે આપણે જાણતા હોતા નથી એટલે દવાખાના ના ચક્કર કર્યા જ કરીએ છીએ પણ જો અમુક ઘરેલુ ઉપચાર વિશે જાણવું જરૂરી છે અને અમે તમને આવી જ ઘરે થી નાના મોટા રોગો મટાડી શકો તેવી એક ઘરેલુ દવા વિશે અમે તમને જાણવીએ છીએ તે જરૂર થી ઘરેલુ ઉપચાર અજમાવો.
★ આજે અમે તમને એવી મસાલા માં વપરાતી એક એક ઘરેલુ દવા જેનું નામ છે કાળા મરી ની વાત કરવાની છે જે તમારા શરીર ના અનેક રોગો દૂર કરવા માં મદદગાર છે રોજ સવારે કાળા મરી ના સેવન થી તમે હજારો રૂપિયાના ખર્ચ કરવાથી બચી શકો છો. તો ચાલો આ ઘરેલુ ઉપચાર વિચે વિસ્તૃત માં જાણીએ.
★ કાળા મરીનો ઘરેલુ ઉપચાર માં ઉપયોગ
★ ગેસની પ્રોબ્લેમ
એક કપ પાણીમાં અર્ધા લીંબુનો રસ નાખીને અને એમાં અર્ધી ચમચી કાળી મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની પ્રોબ્લેમ દૂર થઇ જાય છે.
★ ખાંસી
ખાંસી હોવા પર અર્ધો ચમચી કાળી મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી મધ મિક્ષ કરી દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.
★ ગઠિયા વાહ દૂર કરે આ મરી
જે લોકો ગઠિયા રોગથી પરેશાન છે તે લોકો એ તલના તેલને ગરમ કરીને કાળીમરી મિક્ષ કરો અને એને ગઠિયા વળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુખાવામાં આરામ મળશે.
★ ત્વાચારોહણ
કાળી મરીને ઘી માં બારીક પીસીને લેપ કરવાથી ચામડી નાં રોગ દૂર થઇ જાય છે.
★ પેટના કૃમિ દૂર કરે છે માં મરી
જો પેટમાં કિડાની(કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો અથવા દ્રાક્ષ ની સાથે કાળી મરી દિવસમાં 3 વાર ખાવું, તમને ફાયદો થશે તેનાથી પેટના કીડા મારી જશે.
★ આંખ માટે
જો આંખ કમજોર છે તો કાળા મરીને પીસીને એનું પાઉડર બનાવી લો દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત ખાવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.
★ ગાળામાં અવાજ બેસી જવાની સમસ્યા
કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી ને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ ખત્મ થઇ જશે.
★ શ્વાસ ની સમસ્યા
જો શ્વાસ સંભંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળી મારી એડ કરીને ખાવું તમારી ફાયદા થશે
★ ચહેરા ના દાગ ની સમસ્યા
કાળામરી ખાવાથી ચહેરાની સમસ્યાઓ જેવા કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.
★ હરસ માં ફાયદાકારક છે મરી
બાવાસીરથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછી નથી જીરું, સાકર અને કાળામરી ના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડર બાવાસીર(હરસ)ની સમસ્યાને સારું કરે છે, પરંતુ આની માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ થી દૂર રહેવું પડશે.
★ મરી છે દાંતોની સમસ્યા નો ઉકેલ
દાંતોની બધી પ્રકારની સમસ્યાઓ જેવાકે દાંત નો દુખાવો, દાંત ખરાબ થવું વગેરે કાળામરીથી સારું થઇ જાય છે દાંતમાં દુખાવો થાય ત્યારે કાળામરિના દાણાને ચાવવું જોઈએ, આનાથી દાંતનો દુખાવો સારું થવા લાગે છે. દાંતોમાં પએરિયાની સમસ્યા હોય તો મરી ના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવી નાખો. તમને રાહત મળશે.
★ યાદશક્તિ વધારવા માં મદદગાર મરી
જો તમારી યાદશક્તિ કમજોર હોવાની સમસ્યા છે તો મધમાં કાળામરીના પાઉડર મમીક્ષ કરી દિવસમાં 2 વાર ખાવું, તમને લાભ થશે.
★ પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા દૂર કરે છે મરી
પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી ખાવાથી તમને અપજ અને ગેસની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખશે.
★ શરદી અને ખાંસી ની સમસ્યા દૂર કરે છે મરી ની પ્રયોગ
ખાંસી થવા પર મધની સાથે કાળામરીના દાણા ને ખાવો અને આવું દિવસમાં 3 વાર કરો. કાળા મરીનું તીખાસથી ગળા અને નખની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે
◆ દોસ્તો આજનો અમારો આર્ટિકલ કેવો લાગ્યો તે જરૂર થઈ કૉમેન્ટ્સ કરી ને અમને જણાવશો અને જો આ કાળા મરી નો આ પ્રયોગ જરૂર કામ લાગ્યો હોય તો તમારા પ્રિયજનો ને share કરી જણાવશો .