ગુવાર ખાશો તો ઘોડાની જેમ દોડતા થઈ જશો.

◆  ગુવાર ખાશો તો ઘોડાની જેમ દોડતા થઈ જશો.
◆  આપણે કેટલાક શાકભાજી આવા ખાઈએ છીએ જેના આપણે ગુણ વિશે જાણતા નથી તેમાં અમુક શાકભાજી આવા ફાયદા કારક હોય છે કે તે તમને નવું જીવન અર્પિત કરી દેતા હોય છે. એવું શાકભાજી માં ઉપયોગ થતા ગુવાર નું પણ કામ છે તો ચાલો આપણે જોઈએ ગુવાર વિશે.
◆  ઘરમાં ખાવામાં આવતી શાકભાજીમાં ગુવારનું શાક પણ બનતું હોય છે, જેની ખેતી દેશમાં ઘણાં રાજ્યોમાં મોટાપાયા પર થાય છે.
◆  આ શાકભાજી ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. ગુવારની શિંગનું વાનસ્પતિક નામ છે સ્યામોસ્પિસ ટેટ્રાગોનોલોબા.
◆  ઘણીવાર ઘરમાં લાવવામાં આવતી શાકભાજી ન માત્ર શાકભાજી તરીકે ઉપયોગી હોય છે પણ તેને પણ એક ઔષધિ તરીકે પણ વાપરવામાં આવતી હોય છે જેની આપણને જાણ નથી હોતી. તેવા જ સાવ સામાન્ય ગુવારના આ અનોખા ઉપાયો જાણીને તમને પણ થશે કે શું ગુવાર એક ઔષધિ તરીકે આવી રીતે પણ ઉપયોગી છે?
◆  ડાંગ, ગુજરાતના આદિવાસી ગુવારને સુકાવીને તેની ચટણી તૈયાર કરે છે અને ડાયાબિટીસના રોગીઓને 40 દિવસો સુધી ચાર વાર દરરોજ આપે છે. તેનું માનવું છે કે એ ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે.
◆  કાચા ગુવારને ચાવી જવાથી તે ડાયાબિટીસ માટે વધારે ઉપયોગી સાબિત થાય છે.
◆  ગુવારનું શાક સ્વાસ્થ્ય માટે અતિમહત્વનું માનવામાં આવે છે. આદિવાસી પ્રદેશોમાં પારંપારિક હર્બલ જાણકારો અનુસાર આ શાકભાજી હૃદય રોગીઓ માટે ઉત્તમ હોય છે.
◆  આધુનિક વિજ્ઞાન પણ ગુવારમાંથી મળનારું ફાઈબર કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરનારું માને છે.
◆  ગુવારને ઉકાળીને, તેના રસને શ્વાસના રોગીઓને આપવાથી ઘણો ફાયદો થાય છે. ઘણાં પ્રદેશોમાં શ્વાસના રોગીઓને કાચા ગુવાર ચાવવાની સલાહ આપવામાં આવે છે.
◆  કાચા ગુવારને પીસીને તેમાં ટમેટા અને લીલા ધાણાને નાખીને ચટણી તૈયારી કરવામાં આવે અને દરરોજ સેવન કરવામાં આવે તો આંખોનું તેજ વધે છે.
◆  સતત ગુવાર નું સેવન કરવા માં આવે તો આંખોના નંબર પણ દૂર થઈ જાય છે.
◆  કાચા ગુવારને સારી રીતથી ઉકાળી લેવામાં આવે અને તે પાણીમાં પગને થોડીવાર પલાળ રાખવામાં આવે તો ફાટેલા પગ ની એડી સારા થઈ જાય છે.
◆  ગુવાર ના બીને એક ઉત્તમ પશુ આહાર માનવામાં આવે છે. આદિવાસી પ્રદેશોમાં ગુવારને સુકવીને તેમાં સરસવના તેલમાં મેળવી દૂધાળા પશુને આપવામાં આવે છે, માનવામાં આવે છે કે તેનાથી દૂધ વધારે થાય છે.
◆  ગુવારને બાળીને રાખ તૈયાર કરવામાં આવે અને તેમાં સરસવનું તેલ નાખીને લેપ તૈયાર કરવામાં આવે તો તે પશુને ઘાવ લાગ્યો હોય ત્યાં લગાડી શકાય છે અને તેને આરામ મળે છે.

ખાસ નોંધ

:- જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો વધુ માં વધુ share કરો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

Leave a Comment