ધાણા છે એક અદભૂત ઔષધિ ધાણા ના સેવન થી દુર થાય છે અનેક રોગો.
= 】 તમે ધાણા વિશે તો જાણતા જ હશો જેને ઇંગ્લિશ માં coriander તરીકે ઓળખાય છે.
= 】 ભારતીય શાકમાં આનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. મસાલો અને વ્યજનોમાં સ્વાદની માત્રા વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
= 】બધા લોકો ખાસ કરીને લીલા પાંદડાનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે આના ગુણના કારણે આનું મહત્વ આટલું વધી ગયું છે કે વિજ્ઞાન પણ આના અનેક ઔષધીય ગુણોની પ્રસંશા કરે છે. આજે ધાણા ના એવા ઉપયોગ કરીને તમે ખતરનાક બીમારીઓનો સરળ રીતે ઈલાજ કરી શકો છો.
= 】ગઠિયા
◆ ધાણા માં એન્ટી-ઇન્ફ્લેમમેટોરી નામનો પદાર્થ જોવા મળે છે. અને સાથે જ વિટામિન C પણ સારી માત્રામાં જોવા મળે છે, અને આના કારણે ગઠિયાથી ગ્રસ્ત દર્દીઓએ ધાણાનું નિયમિત સેવન કરવાથી લાભ મળે છે. ધાણાનું તેલને ઘૂંટણ પર માલિશ કરવાથી ગઠીયાનો દુઃખાવો દૂર થાય છે અને હાડકાઓમાં રહેલી કમજોરી પણ સારી થઇ જાય છે.
◆ 10 ગ્રામ ધાણાના દાણા, 25 ગ્રામ સુંઠ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ અજમો અને 5 ગ્રામ સિંધવમીઠું એક સાથે મિક્ષ કરી નાખો. આ ચૂર્ણને 3 થી 4 ગ્રામ નવશેકા પાણી સાથે દર્દીને આપવાથી ગઠિયાનો દુખાવો દૂર થઇ જાય છે. લગભગ 3.50 ગ્રામ ધાણામાં 10 ગ્રામ સાકર મિક્ષ કરીને ખાવાથી ગઠિયા રોગ નષ્ટ થાય છે.
= 】 ઝાડાથી રાહત
◆ જો પેટમાં ગરમીના કારણે તમને વારંવાર ઝાડા થઇ રહ્યા હોય તો, તમે 50 ગ્રામ તાજા ધાણા પીસીને છાસ કે ઠંડા પાણીમાં મિક્ષ કરીને દિવસમાં 2 વાર પીવો આવું કરવાથી ઝાડાથી ખુબ રાહત મળે છે.
= 】 નસકોરી સારું કરવામાં મદદગાર
◆ નસકોરીને સારું કરવા માટે એક ખાસ રીતનો ઘોળ તૈયાર કરવામાં આવે જેને બનાવવું ખુબ સરળ છે. સૌથી પહેલા ધાણા 20 ગ્રામ પાંદડા લઈને તેમાં ચપટી ભર કપૂર લઈને મિક્ષ કરીને પીસી લો. પીસાઈ ગયા પછી તૈયાર રસને ગાળી ને અલગ કરી નાખો. આ રસના બે ટીપા નાકમાં નાખો અને માથા પર લગાવીને માલિશ કરો આનાથી નાકથી નીકળવવા વાળું લોહી તરત બંધ થઇ જાય છે.
= 】 પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક
◆ ધાણા (કોથમીર) ગેસથી છુટકારો આપવામાં મદદ કરે છે. પંચાન તંત્રને સારું કરવા માટે ધાણાની ચા અને કોફી ખુબ ફાયદાકારક હોય છે. 2 કપ પાણી લઈને તેમાં જીરું, ધાણાના પાંદડા નાખો પછી આમાં ચા ના પાંદડા અને વરિયાળી નાખીને 2 મિનિટ સુધી ઉકાળો, આને 2 મિનિટ ઉકાળ્યા પછી જરૂર અનુસાર સાકર મિક્ષ કરો અને સાથે આદુ પણ નાખો, સાકરની જગ્યા પર આમાં મધ પણ મિક્ષ કરી શકો છો. આ મિશ્રણનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ થી રાહત મળે છે સાથે જ ગેસ થી છુટકાઓ મળે છે અને ગળાની સમસ્યા પણ દૂર થઈ જશે.
= 】 આંખોની સમસ્યાઓમાં રાહત
◆ જો આંખ માંથી પાણી નીકળતું હોય તો ધાણાના ઉપયોગથી તરત રાહત મળે છે. થોડો લીલા ધાણા લઈને પીસી લો અને તેને પાણીમાં નાખીને ઉકાળી લો. થોડા સમય ઉકાળ્યા પછી આને ઠંડુ કરી નાખો અને ગાળીને કોઈ વાસણમાં રાખો. દરરોજ આના ટીપા આંખોમાં નાખવાથી આંખોના બળતરાથી રાહત મળે છે અને આંખોથી પાણી ટપકતું બંધ થઇ જાય છે
= 】 બીમારીઓથી લડવાની ક્ષમતા માં વધારો
◆ ધાણામાં વિટામિન A અને C ની સારી માત્રા જોવા મળે છે, જે આપણા શરીરમાં બીમારીઓથી લડવાની શક્તિ પૈદા કરે છે. જો તમે ચાહો છો કે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત રહે તો તમે ધાણાનું સેવન નિયમિત રૂપથી કરવું જોઈએ.
= 】 પેશાબ સાફ કરે છે
◆ જો તમારા પેશાબમાં પીળાપણું વધારે આવી રહ્યો છે તો, સૂકો ધાણા પીસીને આને 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી પીસેલ ધાણા મિક્ષ કરીને આને 5 થી 7 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થવા પર આને ગાળીને સવાર-સાંજના સમયે પીવાથી પેશાબ સાફ થાય છે.
= 】 ખીલ થી છુટકારો
◆ જો તમારા ચહેરા પર વારંવાર ખીલ આવી રહી છે તો 2 ચમચી સુકા પીસેલ ધાણા , અડધી ચમચી ગ્લિસરિન (glycerin) ને મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ખીલથી છુટકારો મળે છે. આના સિવાય ધાણાનું પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો, ધાણાના કેટલાક પાંદડા લઈને પીસી લો, હવે એની પીસેલ પાંદડા કેટલાક માત્રામાં એક ચપટી હળદળ મિક્ષ કરી નાખો. હવે આ તૈયાર લેપને દિવસમાં બે વાર ચહેરા પર લગાવો.
◆ દરરોજ આનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખીલ અને કાળા ધબ્બા થી છુટકારો મળે છે અને સાથે ચહેરો સુંદર પણ બને છે.
= 】 ઉલ્ટીથી રાહત
◆ ઉલ્ટી થવા પર ધાણાનું સેવન કરવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. 1 ચમચી સૂકા ધાણાને ફાકી લેવાથી ઉલ્ટીઓ આવવાની બંધ થઇ જાય છે.
= 】 આંખો માટે
◆ ધાણામાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે ચાહો તો તમારી આંખને તંદુરસ્ત અને આંખની રોશની વધતી રહે તો પોતાના ભોજનમાં ધાણાનું સેવન કરવાનું ભૂલવું નહિ.
= 】 હિચકી દૂર કરે છે
◆ જો તમને સતત હિચકી આવી રહી હોય તો ધાણા આને રોકવામાં પણ મદદ કરી શકે છે. ધાણાના કેટલાક દાણાને મોં માં રાખીને તેનો રસ ચૂસવાથી હિચકી બંધ થઇ જાય છે.
= 】 ડાયાબિટીસ
◆ ડાયાબિટીસ દર્દીઓને ખાવામાં ધાણા જરૂર એડ કરવા જોઈએ,કારણ કે ધાણા લોહીમાં ઈન્સુલિનની માત્ર ને નિયત્રિત કરે છે આ પ્રકારે આપણે કહી શકીએ છીએ કે ધાણાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
= 】 હરસ
◆ હરસ બે પ્રકારના હોય છે બાદી હરસ અને બીજી લોહી વાળી હરસ. લોહીવળી હરસમાં મસ્સામાં લાહી આવે છે પરંતુ પછી ગુદાના અંદર-બહાર માસ્સા નીકળી આવે છે. તેમાં ખજવાળ આવે છે. આ માસ્સા કાંટાની જેમ લાગે છે. હરસ હમેશા કબજિયાતના કારણે થાય છે. આ મોટો ભયંકર રોગ છે. આના થી બચવાના વિભિન્ન ઉપાય છે.
◆ જેમ કે ભોજન સુપાચ્ય લેવું જોઈએ, પેટમાં કબજિયાત થવા દેવાનું નથી, વધારે ખાવાનું કે ખાદ્ય પછી મૈથુનથી બચો. બાકીની વસ્તુ જેમ કે પેરુ, ભીંડા, રીંગણ, અડદ, અરહરની દાણ અને ચરબીયુક્ત પદાર્થ નહિ ખાવા જોઈએ.
◆ ધાણાના ઉકાળામાં સાકર મિક્ષ કરીને દરરોજ 2-3 વાર પીવાથી લોહી વાળી હરસ સારી થઇ જાય છે. લીલા ધાણાનો 1 ચમચી રસ નીકળીને તેમાં થોડીક સાકર મિક્ષ કરીને દરરોજ સવારના સમયે પીવાથી લોહી વાળી હરસ મટે છે.
◆ ધાણાને સાકરની સાથે મિક્ષ કરીને ચટણી બનાવી નાખો. 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી ચૂર્ણ નાખીને દરરોજ સવાર-સાંજ પીવાથી મળ દ્વારા બળતરા અને લોહી વાળી હરસ સારી થઇ જાય છે. સૂકા ધાણાને દૂધ અને સાકરની સાથે મિક્ષ કરીને સેવન કરવાની લોહી વાળી હરસ સારી થાય છે.
= 】 શરદી
◆ 130 ગ્રામ ધાણાને પીસીને અડધા કિલો પાણીમાં નાખીને ઉકાળી લો. આને ત્યા સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી પાણીનો ચોથો ભાગ બાકી રહી જાય તો આને ગાળીને આમાં 125 ગ્રામ સાકર નાખીને ગરમ કરવા માટે રાખી દો. જયારે ગરમ થવા પર આ ઘટ્ટ થઇ જાય તો ઉતારી નાખો. આને દરરોજ 10 ગ્રામ સુધી ચાટો. આનાથી મગજની કમજોરીથી થવા વળી શરદી સારી થઇ જાય છે અને દિમાગની કમજોરી પણ દૂર થાય છે.
= 】 ચકકર આવવા
◆ જો કોઈને વારંવાર ચક્કર આવવાની ફરિયાદ હોય તો આને 10 ગ્રામ સૂકા ધાણા 10 ગ્રામ આંબળા પાણીમાં પલાળી રાખો. સવારે બંને ને મસળીને પાણીને ગાળીએ પીવાથી ચક્કર આવવાનું બંધ થઇ જાય છે.
★ ખાસ નોંધ :
આ અમારો આર્ટિકલ સારો લાગ્યો હોય અને કામ આવ્યો હોય તો આ આર્ટીકલ ને share કરો
આ અમારો આર્ટિકલ સારો લાગ્યો હોય અને કામ આવ્યો હોય તો આ આર્ટીકલ ને share કરો