ઓપરેશન કર્યા વગર પણ થઇ શકે છે પથરીનો કાયમી ઇલાજ, આ ખાસ વસ્તુનો આવી રીતે કરવો પડશે ઉપયોગ, જાણો 100% ઘરેલુ ઉપાય…

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. પથરી એક ઘન સ્વરૂપના એકદમ નાના પથ્થરો ટુકડો હોય છે. જે પેટમાં જામી ગયેલા ક્ષારને લીધે નિર્માણ પામે છે. જ્યારે આ ટુકડો કિડનીમાં નિર્માણ પામે છે ત્યારે તેનાથી પેશાબ ની થોડેક ઉપર દુઃખાવો થાય છે, જેને સહન કરી શકાતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમ તો પથરી થવા પાછળ વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં સૌથી પહેલું કારણ પાણી ઓછું પીવું હોય છે. જ્યારે તમે બહુ ઓછું પાણી પીવો છો ત્યારે તેનાથી શરીરમાં જામી ગયેલો ક્ષાર પેશાબ વાટે બહાર નીકળી શકતો નથી અને પેટમાં જ ભેગો થયા કરે છે. જે પથરીનું સ્વરૂપ ધારણ કરે છે.

જ્યારે પથરી થવા પાછળનું બીજું કારણ ક્ષાર યુક્ત પાણી પીવું હોય શકે છે. જો તમારા વિસ્તારમાં પીવા માટે જે પાણી આવે છે તેમાં વધુ પડતો ક્ષાર છે, તો તેનાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. જેમાંથી એક સમસ્યા પથરી પણ છે. આ સાથે જે લોકો વધુ પડતાં મેદસ્વી હોય છે, તેઓને અન્ય લોકોની સરખામણીમાં વધુ પ્રમાણમાં પથરી થવાની શક્યતા રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે જો આપણે તેના ઉપાય વિશે વાત કરીએ તો કળથી રામબાણ સાબિત થઈ શકે છે. હકીકતમાં કળથી રંગ અનુસાર ત્રણ પ્રકારની હોય છે. જેમાં સફેદ, લાલ અને કાળી કળથી શામેલ છે. આ બધી જ કળથી ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે અને તે પથરીની સમસ્યા દૂર કરી શકે છે.

જો તમે પથરીનો ઈલાજ કરવા માંગો છો તો રાતે સૂતી વખતે અમુક કળથી ને પાણીમાં મિક્સ કરીને રાતભર પલાળી રાખો. હવે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે આ કળથી ને હાથથી મસળી લો અને તેને પાણીમાં એકરસ કરવાનો પ્રયાસ કરો. ત્યારબાદ…..

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક ફિલ્ટર લઈને પાણી અને કળથી અલગ કરો. હવે આ કળથીના રસ યુક્ત પાણીનું સેવન કરો. જો તમે આ ઉપાય લાંબા સમય સુધી કરો છો તો તમને રાહત મળી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમારા પરિવારમાં મોટાભાગના લોકોને પથરીની સમસ્યા છે તો પથરી તમને પણ થવાની શક્યતા વધારે છે. તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવો અને શક્ય હોય ત્યાં સુધી ક્ષાર યુક્ત પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમે વજન ઓછું કરવા માટે કોઈ બાયપાસ સર્જરી કરાવી છે તો પણ તેનાથી પથરીની સમસ્યા થવાનો ભય રહે છે.

જ્યારે કોઈ વ્યક્તિ પથરીનો શિકાર હોય છે ત્યારે અચાનક પેટના નીચેના ભાગમાં અથવા કમરની બાજુએ દુઃખાવો થવો લાગે છે. જ્યારે પથરી આજુબાજુ ખસતી હોય છે ત્યારે પણ દુઃખાવો થવાની શક્યતા વધી જાય છે. ઘણા લોકોને તો પથરી ની સમસ્યા એટલા હદ સુધી વધી જાય છે કે તેઓ સરખી રીતે આરામ કે બેસી શકતા પણ નથી.

જ્યારે તમને પથરી થવાની શરૂઆત થાય છે ત્યારે શરીરમાં વિવિધ પ્રકારના લક્ષણો દેખાય છે. જેમાં વારંવાર પેશાબ થવો, પેશાબમાં લાલ લોહી જેવું દેખાવવું, વારંવાર ઉલ્ટી, ઓડકાર આવવા, તાવ આવવો જવો, દિવસ દરમિયાન ઘણી વખત ટોયલેટ જવાનું પણ થઇ શકે છે.

ઘણી વખત તો પથરીની સમસ્યા એટલી હદ સુધી વધી જાય છે કે પથરી સ્વરૂપ ઘન પદાર્થ પેશાબ ની નળીમાં આવી જાય છે. જેના લીધે સરખી રીતે પેશાબ થઇ શકતો નથી અને કિડનીમાં દબાણ વધે છે. જેના લીધે કિડનીને પણ નુકસાન થાય છે.

જો તમે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી પાણીનું સેવન કરો છો તો પથરી થવાની શક્યતા ઘણા હદ સુધી ઓછું કરી શકો છો. આ સાથે વધારે પાણી પીવાથી શરીરમાં રહેલા બાકીના ઝેરી તત્વો પણ બહાર આવી જાય છે. જેનાથી તમને કોઈપણ રોગ થઈ શકતો નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment