મળી ગયો અનેક બીમારીઓનો ઈલાજ, આ ચૂર્ણનો યોગ્ય ઉપયોગ કરી લેશો તો વૃદ્ધ થઇ ગયા પછી પણ નહીં જવું પડે દવાખાને, ઘરે જ મળી જશે રાહત..

સામાન્ય રીતે સરગવો એક એવી વસ્તુ છે, જે સમગ્ર દેશભરમાં મળી આવે છે. લોકો તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક ભોજનમાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે. તે મોટેભાગે ખેતરોમાં વધુ ઉગી નીકળે છે અને તેના પર એક પ્રકારની શીંગો ઉગી નીકળે છે. જેનો ઉપયોગ કરીને તમે સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આર્યુવેદ માં સરગવાને ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેની દરેક વસ્તુ એટલે કે ફળ, ફૂલ, શીંગો, મૂળ અને છાલ દરેક વસ્તુ ઔષધીય રીતે દવાની જેમ કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સરગવાનો ઉપયોગ કરીને કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

સરગવાનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા સરગવાના છોડ પરથી તેની શીંગો તોડી લાવો અને તેને નાના નાના ટુકડા માં વિભાજીત કરી લો. હવે તેને તડકા વાળી જગ્યાએ સૂકવી દો. જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. ત્યારબાદ તેમ તેનો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બીમારીઓ જેવી કે પાચન શક્તિ માં ખલેલ, ઊંઘની સમસ્યા, વધુ પડતી આળસ આવવી, વજન ઓછું કરવા, રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

સરગવાની ચા બનાવવાની રીત :- સરગવાની ચા બનાવવી પણ એકદમ આસાન છે. આ માટે સૌથી પહેલા સરગવાના પાનની જરૂર પડશે. આ માટે સરગવાના પાનને તોડીને લાવો અને તેને બરાબર શુદ્ધ પાણીથી સાફ કરી લો. હવે તેને તડકામાં સૂકવો અને જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરીને બરાબર વાટી લો. હવે તેને એક ડબ્બા માં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે તેની એક ચમચી લઈને ચા માં મિક્સ કરી લો. તેનાથી તમે તેનો ફાયદો ઉઠાવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સરગવાની ભાજી બનાવવાની રીત :- સરગવાની ભાજી બનાવવી પણ એકદમ આસાન છે. આ માટે સૌથી પહેલા સરગવાના ઝાડ પરથી પાન તોડી લો અને તેને શુદ્ધ પાણીથી સાફ કરી લો. હવે એક તપેલી લઈને તેમાં તેલ ઉમેરી લો. ત્યારબાદ વઘાર કરવા માટે જરૂરી વસ્તુઓ લઈને તેનાથી વઘાર કરો. જોકે યાદ રાખો કે આ દરમિયાન તેમાં આદુને ગ્રેવિંગ કરીને નાખવું જોઈએ. ત્યારબાદ જ્યારે બરાબર વઘાર થઇ જાય ત્યારે તેના થોડાક સરગવાના પાન અને લસણ નાખીને તળી લો. હવે તમે તેનો સ્વાદ માણી શકો છો.

હવે ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી મેળવીએ…

1. માથાનો દુઃખાવો દૂર કરવા :- જો તમે માથાની પીડાથી પરેશાન થઈ ગયા છો અને તેને સહન કરી શકતા નથી તો તમારે સરગવો નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં સરગવાના પાનમાં એવા ગુણો જોવા મળે છે, જે મગજને ઠંડક આપીને તેને શાંત કરવાનું કામ કરે છે. તેનાથી વધારે પડતો તાણ અને ચિંતા દૂર કરવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો દૂર કરવા માટે સૌથી પહેલા સરગવાના પાન ને ગરમ કરી લો. હવે તેનો લેપ બનાવીને માથા પર ઘસવાથી મગજને ઠંડક મળે છે અને તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

બ્લડ પ્રેશર ને કાબૂમાં કરવા :- જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધઘટ થઇ જતું હોય તો તમે સરગવાનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. આ માટે તમારે તેના પાનની જરૂરી પડશે. સૌથી પહેલા સરગવાના પાનનો ઉકાળો બનાવી લો અને તેનું દરરોજ સેવન કરો. કારણ કે તેમાં એવા ગુણો જોવા મળે છે, જે બ્લડ પ્રેશર ને કાબૂમાં રાખવા માટે કામ કરે છે.

વીર્યનું પ્રમાણ વધારવા :- ઘણા લોકો તેમની જાતીય શકિતને લીધે કંટાળી ગયા હોય છે, તેઓ અથાગ પ્રયાસ કર્યા પછી પણ યોગ્ય ફળ મેળવી શકતા નથી. આ સાથે તેમના પાર્ટનર ને પણ સંતોષ મળતો નથી. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ. તમે તેનો ઉપયોગ ભાજી સ્વરૂપે અથવા પાવડર સ્વરૂપે પણ કરી શકો છો.

ગર્ભવતી મહિલાઓ માટે :- સરગવાનો ઉપયોગ કરવો ગર્ભવતી મહિલાઓ માટે પણ રામબાણ સાબિત થાય છે. હકીકતમાં તેમાં એવા ગુણ જોવા મળે છે, જે ગર્ભવતી મહિલાઓના પ્રેગનેંસી બાદ થતા દુખાવામાં રાહત આપે છે. આ સાથે જો ધાવણ ઓછું આવતું હોય, પેટમાં દુઃખાવો રહેતો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ સિવાય પણ જો તમને પ્રસૂતિ રોગો, કિડની રોગો, રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જવી, પેટ અને કામના રોગો, હ્રદયની બીમારી, અસ્થમા જેવી અગણિત બીમારીઓ દૂર કરવા માટે સરગવો કામ કરે છે. આવી સ્થિતિમાં તમારે તેનો ફાયદો ઉઠાવવો જ જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment