સવારે ઘી સાથે કરી લ્યો આ વસ્તુનું સેવન, કુદરતી રીતે બ્લડ સુગર આવી જશે નિયંત્રણમાં…
દોસ્તો તમે ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે સવારે જ્યારે ભોજન કરી લેવામાં આવે તો શરીર આખો દિવસ એનર્જી થી ભરેલું રહે છે પરંતુ જ્યારે આ વાત ડાયાબિટીસના દર્દીઓ માટે આવે છે ત્યારે તેઓને પોતાના ભોજનમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરિયાત પડે છે. કારણ કે સવારના પહોરમાં ખાધેલું ભોજન આપણા શરીરમાં જમા થઈ જાય છે અને ધીમે ધીમે ગ્લુકોઝ છોડતું હોય છે. આવી સ્થિતિમાં બ્લડ સુગર નિયંત્રણમાં રાખીને આખા શરીરને ઊર્જા મળવી ખૂબ જ મુશ્કેલ છે.
જેના લીધે ડાયાબિટીસના દર્દીઓ માટે વહેલી સવારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.. જે શરીરમાં ઉર્જા તો ભરપૂર પ્રમાણમાં છોડે પરંતુ બ્લડ સુગર કાબુમાં રાખીને… સવારે બ્લડ સુગર વધુ એક સામાન્ય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ભોજન ની શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે જેનાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે અને ઇન્સ્યુલિન લેવલમાં વધારો થાય…
આ જ ક્રમમાં જો તમે હળદર અને ઘીને પોતાના ભોજનમાં સામેલ કરો છો તો તે તમારા બ્લડ સુગર નિયંત્રણમાં રાખીને શરીરમાં ઊર્જાના સ્તરમાં વધારો કરતું રહે છે. જો તમે બ્લડ સુગરની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે હળદર અને ઘીને પોતાના ભોજનમાં સામેલ કરી લેવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી બ્લડ સુગર સામાન્ય રહે છે. વળી તમને દિવસ દરમિયાન મીઠાઈ ખાવાની જે ઈચ્છા થાય છે તેનાથી પણ રાહત મળે છે.
જ્યારે તમે હળદરનું સેવન કરો છો ત્યારે તે તમારા શરીરમાં હાજર બળતરા ને પણ ઓછી કરે છે. હવે તમે વિચારતા હશો કે ઘી અને હળદરનું સેવન કેવી રીતે કરવું જોઈએ? તો આ માટે તમારે એક ચમચી ગાયના ઘીમાં થોડીક હળદર ઉમેરી જોઈએ. અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. જેનાથી બ્લડ સુગર આખો દિવસ કાબુમાં રહે છે.
નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર ગાયનું ઘી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે જેવા પોષક તત્વો સાથે એન્ટિઓક્સિડન્ટ પણ મળી આવે છે. જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.
આ સાથે તેમાં ફાઇબર અને પ્રોટીન પણ મળી આવે છે જે બ્લડ શુગર ઓછું કરવાની સાથે સાથે પાચનતંત્ર અને હૃદયના રોગોને દૂર કરી શકે છે. વળી હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો મળી આવે છે જે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.