આયુર્વેદ

ઓપરેશન વગર ઘરબેઠા આંખના નંબર થશે દૂર, ખાલી કરવું પડશે આ નાનકડું કામ.

આંખોના તેજ અને આંખ પર ચઢેલ ચશ્મા અવારનવાર તમને હેરાન કરતાં હશે. વારંવાર ડૉક્ટરના પણ ચક્કર તમે લગાવતા હશો. પણ આના બદલે સારું રહેશે કે તમે ઘરે બેઠા કેટલાક ઉપાય અપનાવો. ચાલો તમને જણાવી દઈએ એવા કેટલાક સરળ ઉપાય જેના નિયમિત વપરાશથી તમે ચશ્માના નંબર પણ ઓછા કરી શકો છો.

બદામ, વરિયાળી અને મીશ્રીને બરાબર પ્રમાણ માં લઈને તેને પીસી લો. આ મિશ્રણનો 10 ગ્રામ ભાગ 250 એમએલ દૂધ સાથે રાત્રે સૂતા પહેલા પીવો.

40 દિવસ સુધી સતત આ ઉપાય કરો છો તો તમે જાતે જ અનુભવશો કે તમને થોડો તો ફરક પડ્યો જ છે. યાદ રાખો કે આ પીણું પીવો તેના બે કલાક સુધી પાણી પીવો નહીં.

આમળામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તે આંખ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનું સેવન તમે પાઉડર, કેપ્સૂલ, જયાં, જ્યુસ કોઈપણ રીતે કરી શકો છો. દરરોજ સવારે મધ સાથે આમળાનો રસ પીવાથી અને રાત્રે સૂતા પહેલા પાણી સાથે એક ચમચી આમળા પાઉડર ખાવાથી ફાયદો મળે છે.

એક ચમચી ત્રિફળા પાઉડરને પાણીમાં મિક્સ કરી આખી રાત રહેવા દો. પછી સવારે આ પાણીને ગાળીને તેનાથી આંખો ધોવો. સાથે જો આંખો ધોવો ત્યારે મોઢામાં તાજું પાણી ભરેલ રાખો છો તો તેનાથી પણ તમને ફાયદો મળશે. આ ઉપાયથી તમને એક મહિનામાં ફરક દેખાશે.

ગાજરમાં ફોસફોરસ, વિટામિન એ, વિટામિન સી અને આયરનનું ઘણું પ્રમાણ છે જે આંખો માટે અસરકારક સાબિત થાય છે, નિયમિત રીતે કાચા ગાજરનું સલાડ ખાવાથી કે તેનો રસ પીવાથી આંખોની રોશની તેજ થાય છે.

બ્લ્યુબેરી એક રીતેના બોર છે જે શરીરમાં લોહીના પરિભ્રમણને વધારે છે. ફ્રેશ બ્લ્યુબેરી ખાવાથી રાત્રે જો ઓછું દેખાવાની બીમારી હોય અથવા તો નબળી દ્રષ્ટિ હોય છે તો તે સમસ્યા દૂર થાય છે.

તમારા ભોજનમાં બધા પોષક તત્વો હોય છે સંતુલિત આહાર ફક્ત આંખ માટે જ નહીં આખા શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રુટ અને લીંબુ આ બધુ જ તમે ભોજનમાં લઈ શકો છો.

સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારી હથેળીઓને એકસાથે ઘસો. જ્યારે હથેળીઓ ગરમ હોય, ત્યારે તેને તમારી આંખો પર મૂકો અને તેને સંકુચિત કરો. આવું 4-5 વાર કરશો તો આંખોને ઘણો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *