આમળાને વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમળાને તમારી ડાયટમાં ઘણી રીતે શામેલ કરી શકાય છે. આમળાનું જ્યુસ, અથાણું, મુરબ્બો, ચટણી વગરે રીતે તમે વાપરી શકો છો.
આયુર્વેદમાં આમળાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવતા હોય છે. આમળામાં વિટામિન એ, બી કોમ્પ્લેકસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, કાર્બોહાઇડ્રેડ અને ફાયબરના ગુણ હોય છે જે શરીરને ઘણી રીતે સ્વસ્થ રાખે છે અને અનેક સમસ્યાથી બચાવે છે.
બીમારીની સિઝનમાં આના સેવનથી શરીરની ઇમ્યુનિટી વધારી શકાય છે. આમળાના મુરબ્બાને ખાવાથી સ્વાસ્થ્ય જ નહીં પણ સ્કીન આંખ અને બીજી ઘણી બીમારીઓથી બચી શકાય છે, ચાલો ફટાફટ તમને જણાવી દઈએ આમળાના મુરબ્બાના ફાયદા વિષે.
1. ઇમ્યુનિટી : આમળામાં વિટામિન સી અને એંટીઓક્સિડેન્ટ હોય છે. દરરોજ સવારે એક આમળાના મુરબ્બાનું સેવન કરવાથી ઇમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને ઘણા વાઇરલ સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.
2. હાડકાં : આમળાના મુરબ્બાના સેવન કરવાથી હાડકાંને મજબૂત બનાવી શકાય છે, કેમ કે આમળામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને તેને ખાવાથી ઑસ્ટ્રોપોરોસિસ, અર્થરાઈટિસ અને સાંધાના દુખાવાથી રાહત મેળવી શકાય છે.
3. શુગર લેવલ : આમળામાં ક્રોમિયમ તત્વ હોય છે, જે ઇન્સ્યુલિન હોમોન્સને મજબૂત કરીને શુગર લેવલને કંટ્રોલ કરે છે. આમળાના મુરબ્બાને ડાયટમાં શામેલ કરી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
4. વાળ : વાળની સમસ્યાથી લગભગ દર બીજી મહિલા હેરાન થતી હોય છે, વાળને હેલ્થી અને શાઈની બનાવવા માટે તમે આમળાના મુરબ્બાનું સેવન કરી શકો છો.
5. કરચલીઓ : આમળામાં એંટીઓક્સિડેન્ટ અને એવા વિટામિન અને મિનરલ હોય છે જે સ્કીનને હેલ્થી રાખવામાં મદદ કરે છે. આમળાના મુરબ્બાના સેવનથી ચહેરા પરની કરચલીઓ ઓછી કરી શકાય છે.
6. પિરિયડના દુખાવા માટે : મહિલાઑને પિરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થવાથી આર્યરનની કમી થઈ જતી હોય છે અને આની માટે મહિલાઑએ આમળાના મુરબ્બાનું સેવન કરવું જોઈએ. સ્થાયી રૂપે માસિક ધર્મની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઑએ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી મુરબ્બાનું સેવન કરવું જોઈએ.
આમલા મુરબ્બા ખાવાનો યોગ્ય સમય પણ સવારનો છે, તમે તેને સવારે ખાલી પેટ અથવા નાસ્તામાં ખાઈ શકો છો. આમળા મુરબ્બાને પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ માટે સારું માનવામાં આવે છે, સાથે જ તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવામાં પણ મદદરૂપ છે.