મિત્રો દર વર્ષે દેશમાં ડાયાબિટીસના દર્દીઓમાં સતત વધારો નોંધાય છે. બ્લડ શુગરમાં વધારો એટલે કે ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. ડાયાબિટીસના કારણે શરીરને અન્ય ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
જ્યારે ડાયાબિટીસ થઈ જાય ત્યારે વ્યક્તિનું શરીર ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. એટલા માટે જ ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર પણ કહેવાય છે. જેને ડાયાબિટીસની સમસ્યા હોય તેને નિયમિત દવાઓ ખાવી પડે છે.
સામાન્ય રીતે ડાયાબિટીસને લઈને લોકોના મનમાં માન્યતા હોય છે કે જેને વધારે ગળ્યું ખાવાની આદત હોય તેને ડાયાબિટીસ થાય છે. પરંતુ આ એક ભૂલ ભરેલી માન્યતા છે.
ડાયાબિટીસના રોગ અને મિષ્ટાન ને કોઈ સંબંધ હોતો નથી. જરૂરી એટલું હોય છે કે ડાયાબિટીસ આવે પછી મિષ્ટાન ખાવાનું છોડી દેવું જોઈએ. હકીકતમાં ડાયાબિટીસ થવાનું કારણ ગળ્યું ખાવાની આદત નહીં પરંતુ પાંચ કુટેવ હોય છે.
આજે તમને આ પાંચ કુટેલ વિશે જણાવીએ જે તમને ડાયાબિટીસના દર્દી બનાવી શકે છે.
સૌથી પહેલું કારણ છે શારીરિક શ્રમનો અભાવ. જો તમે દિવસ દરમિયાન મહેનતનું કામ કરતા ન હોય અને સતત બેસી રહેતા હોય તો તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે.
ડાયાબિટીસથી બચવું હોય તો દિવસ દરમિયાન સમય કાઢીને વર્કઆઉટ કરી લેવું જોઈએ.. દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ કસરત તો કરવી જ જોઈએ. જો તમે આમ નથી કરતા તો બ્લડ સુગર લેવલ વધી શકે છે.
બ્લડ સુગર લેવલ વધી જતું હોય તો કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે, કેળામાં અન્ય ફળની સરખામણીમાં ગ્લુકોઝ વધારે હોય છે.
જો તમે પૂરતી ઊંઘ કરતા નથી તો ડાયાબિટીસ થઈ શકે છે. ઊંઘ ઓછી થાય ત્યારે બ્લડ સુગર લેવલમાં ફેરફાર થાય છે. જો તમે જરૂર કરતાં ઓછી ઊંઘ કરો છો તો બ્લડ સુગર નો ઉપયોગ બરાબર રીતે થતો નથી પરિણામે શુગર વધી જાય છે.
જો ડાયાબિટીસથી બચવું હોય તો આઠ કલાકની ઊંઘ લેવાનું રાખો. પૂરતી ઊંઘ કરવાથી કામ કરવાની પણ ઉર્જા શરીરમાં જળવાઈ રહે છે.
શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે.. શરીરમાં ઇન્સ્યુલિન ઘણી દવાઓના કારણે પણ ઘટી શકે છે. જો તમે ડિપ્રેશન કે અન્ય માનસિક સમસ્યાની દવા લઈ રહ્યા છો તો તેના કારણે ડાયાબિટીસ આવી શકે છે.
ડાયાબિટીસથી બચવું હોય તો દારૂ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો આ આદત તમને ડાયાબિટીસ ના રોગી બનાવી શકે છે. માદક દ્રવ્યોનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને પછી તેને ઓછું કરવું પણ મુશ્કેલ બને છે.