મિત્રો સૂકા ધાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. વાનગી નો સ્વાદ વધારતા આધાણા શરીરને નીરોગી બનાવી શકે છે. ઘરના રસોડામાં જે ધાણા રહેલા હોય છે તેનાથી શરીરને ઘણા બધા લાભ થાય છે.
ધાણાના કારણે પેટની સમસ્યાઓ દૂર થાય છે. ધાણા નો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત તકલીફો પણ દૂર થાય છે કારણ કે ધાણાને મૂત્રવર્ધક કહેવાય છે. ધાણાનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને પણ લાભ થાય છે.
ધાણા વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તેનાથી શરીરના વિવિધ રોગ મટે છે. ખાસ કરીને જો તમે ધાણાનું પાણી સવારે પીવો છો તો તેનાથી શરીરના 90% રોગ દવા વિના જ મટી જાય છે.
ધાણાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા ઉમેરીને તેને બરાબર ઉકાળો. પાણી ઉકળી જાય પછી તેને ગાડી અને આ પાણી હુંફાળું ગરમ હોય ત્યારે તેનું સેવન કરો.
રોજ સવારે ધાણા નું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરની રોગ સામે લડવાની ક્ષમતા ને વધારે છે.
સાથે જ તેનું સેવન કરવાથી પેટમાં ગયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પેટમાં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે.
જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે ધાણા ખૂબ જ મદદરૂપ છે. ધાણા નું પાણી રોજ સવારે પીશો તો કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના વજન ફટાફટ ઘટશે.