મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લીંબુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ નિયમિત રૂપે સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. પરંતુ લીંબુનું સેવન કરતી વખતે અમુક પ્રકારના એવા કેટલાક ખોરાકો હોય છે જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.
મિત્રો આજના લેખમાં અમે તમને એવા કેટલાક ખોરાકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં વિરુદ્ધ આહાર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને આ 4 વસ્તુઓ વિશે વાત કરવા જઈએ છીએ જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. નહીંતર તમને શરીરમાં ઘણી બધી તકલીફ થઈ શકે છે.
મિત્રો આપણા શરીરમાં લીંબુ દવાનું કામ કરી શકે છે પરંતુ જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો. તો મિત્રો એવા કેટલાક ખોરાક છે જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લીંબુ અને દહીં સાથે સેવન ન કરવું જોઈએ. મિત્રો ખાસ કરીને લીંબુનું સેવન દહીં સાથે કરવામાં આવે તો આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી કરી શકે છે.
દહીં સાથે લીંબુનું સેવન કરવાથી આપણા શરીરની પાચનશક્તિ મંદ પડી જાય છે. જેનાથી યોગ્ય રીતે ખોરાક નું પાચન થતું નથી અને પેટ સંબંધિત અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી હોય છે.
મિત્રો આપણી પાચનશક્તિ ઘટે એટલે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. તેવી જ રીતે મિત્રો લીંબુની સાથે પપૈયાનું સેવન પણ ન કરવું જોઈએ.
પપૈયું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો તેને લીંબુ સાથે સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફો થઇ શકે છે.
પપૈયા સાથે લીંબુનું સેવન કરવાથી ખાસ કરીને હીમોગ્લોબિનની સમસ્યા થતી હોય છે અને શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ સર્જાય છે, ત્યારે લોહીના વિકાર થવાની સમસ્યા રહે છે.
તેથી ખાસ કરીને પપૈયા સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દૂધ સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. દૂધ સાથે લીંબુનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ટામેટા સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ. લીંબુ અને ટામેટાં એકસાથે સેવન કરવાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે. ટામેટા સાથે લીંબુનું સેવન કરવાથી પાચન આ કાર્ય ની સિસ્ટમ મંદ પડે છે.
તો મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ 4 પ્રકારની વસ્તુ જોડે લીંબુનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર આહાર વિહાર નું સેવન કરવામાં આવે તો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.