મિત્રો જે ઋતુમાં જે ફળ પાકતા હોય જો તેને ખાવામાં આવે તો તે આપણા શરીરને અનેક ફાયદાઓ આપે છે અને અત્યારના સમયમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા પણ દરેક ફળો બજારમાં મળી રહેતા હોય છે અને તે પણ પાકા ફળ મિત્રો જુઓ તે ફળો આપણે ખાઈએ તો તે આપણને નુકસાન કરાવે છે કે ફાયદો અપાવે છે તેના વિશે આજે આપણે આ લેખમાં જાણીશું.
મિત્રો જે ફળો બારીમાં બજારમાં મળતા હોય છે તે આપણા શરીરને શું ફાયદો આપે છે ખરા? તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. ઋતુ પ્રમાણે ફળ પાકે છે તે ફળ જ આપણા શરીરને યોગ્ય માત્રામાં ફળદાયી સાબિત થાય છે.
મિત્રો જે ફળ કાચું ખરાબ કે તડકાથી બગડી ગયું હોય તે ફળ ન ખાવું જોઈએ. મિત્રો અત્યારના સમયમાં કોલ્ડ સ્ટોરેજમાં બધા ફળો રાખવામાં આવે છે. જે અત્યારના સમયમાં સીઝન વિના પણ તે ફળ મળી રહે છે.
મિત્રો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવતા ફળોને બહારના વાતાવરણમાં રાખવામાં આવે તો તે તરત જ બગડવા લાગે છે જેથી કરીને તે ફળ ન ખાવા જોઈએ.
મિત્રો વધારે પડતી ગરમી વધારે પડતી ઠંડી ના કારણે જે ફળોમાં સડો થાય છે તેવા ફળો ન ખાવા જોઈએ કારણ કે તેમાં પડતા સૂક્ષ્મ જંતુઓ આપણે નરી આંખે જોઈ શકતા નથી અને જો તે ફળ ખાવામાં આવે તો તે આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન કરે છે.
મિત્રો હંમેશા તાજા અને સીજનેબલ ખાવા જ આપણા શરીર માટે ફાયદાકારક છે જે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો પૂરા પાડે છે.
મિત્રો જે ફળોના સડો થયો હોય તેને ખાવાથી શરીરમાં ગેસ એસિડિટી ઉત્પન્ન થાય છે તેના લીધે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થવાનું ભય રહે છે. તેના કારણે આમ દોષ રક્તસ્ત્રાવ માથાનો દુખાવો આધાશીશી વગેરે સમસ્યાઓ થાય છે.
મિત્રો ઋતુ પ્રમાણે થતા ફળોનું સેવન કરવું જોઈએ કારણ કે જે ઋતુમાં જે ફળ પાકે છે તેમાં પૌષ્ટિક તત્વો હોય છે અને તે આપણા શરીરને સ્ફૂર્તિ આપે છે. મિત્રો જેમ ઉનાળામાં કેરી પાકે છે અને ઉનાળાની ગરમીમાં દરેક લોકો કેરીનું સેવન કરતા હોય છે.
મિત્રો જો આ કેરી બીજી કોઈ અન્ય ઋતુમાં ખાવામાં આવે તો તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેરી શિયાળામાં કે ચોમાસામાં ન ખાવી જોઈએ પરંતુ આજના સમયમાં દરેક લોકો સ્ટોર કરીને કેરી રાખતા હોય છે અને પછી તેને બારેમાસ તેનું સેવન કરતા હોય છે.
મિત્રો દ્રાક્ષ શિયાળા અને ઉનાળાની વચ્ચેની ઋતુમાં મળી રહે છે. તેથી તેનું સેવન કરો ખૂબ જ ફાયદાકાર સવિત થાય છે અને પિત્ત વધે છે અને મીઠી દ્રાક્ષનું સેવન કરવાનું શરીરમાં ત્રિદોષ નો નાશ કરે છે.
મિત્રો કે કેળું છે કે માત્ર ને માત્ર ચોમાસાનું ફળ છે જે ચોમાસામાં સેવન કરવામાં આવી હતી તે આપણા શરીરને અનેક ફાયદા આપે છે.