આયુર્વેદ

શરીરને આજીવન નિરોગી રાખવું હોય તો સવારે જાગીને કરી લેવા આ ત્રણ કામ.

છેલ્લા બે વર્ષમાં જે સમય લોકોએ જોયો છે તેના પછી લોકો પણ પોતાના શરીરના સ્વાસ્થ્ય વિશે સભાન થઈ ગયા છે. હવે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે અને શરીર નિરોગી રહે.

તેના માટે લોકો સતત પ્રયત્ન કરતા રહે છે. પરંતુ તેમ છતાં જાણકારી ના અભાવના કારણે લોકો કેટલીક ભૂલ કરી બેસે છે પરિણામે શરીરમાં રોગ પ્રવેશી જાય છે.

આજના સમયમાં દરેક વ્યક્તિને જીવનશૈલી દોડધામ થી ભરપૂર હોય છે. લોકોને દિવસ દરમિયાન અનેક કામ કરવાના હોવાથી દિવસની શરૂઆત થતાં જ તેઓ દોડધામ કરવા લાગે છે. પરિણામે દિવસની શરૂઆતમાં જ કેટલીક ભૂલ થઈ જાય છે પણ અને આખો દિવસ તે ભૂલ નું પરિણામ ભોગવવું પડે છે.

આજે તમને સવારે જાગ્યા પછી કરવાના ત્રણ સરળ કામ વિશે જણાવીએ. આ ત્રણ કામ કરીને દિવસની શરૂઆત કરશો તો તમારા શરીરને આખો દિવસ થાક પણ નહીં લાગે અને શરીરમાં રોગ પણ આવશે નહીં. જે વ્યક્તિ સવારે જાગીને આ ત્રણ કામ કરી લે છે તેના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ પ્રવેશ કરતો નથી.

સૌથી પહેલા તો સવારે જાગો એટલે હુંફાળું પાણી પીવાનું રાખો. હુંફાળું પાણી આરામથી જમીન પર બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે.

ધીરે-ધીરે રૂપાળું પાણી પીવાથી શરીરની અંદર જમા થયેલા ઝેરી બેક્ટેરિયા નો નાશ થાય છે અને પેટના રોગ પણ દૂર થાય છે કારણ કે તેનાથી આંતરડા એકદમ સાફ થઈ જાય છે.

સવારે હુંફાળું પાણી પીવાથી ચરબી પણ ઓગળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. ત્યાર પછી 10 મિનિટ સુધી સારી રીતે બ્રશ કરવાનું રાખો. ધીરે ધીરે આરામથી બ્રશ કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા નો નાશ થાય છે.

ડોક્ટરો પણ જણાવે છે કે આ રીતે બ્રશ કરવાથી દાંત ને લગતી તકલીફ દૂર થાય છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ મટે છે. મોટાભાગના લોકો રોજ ઉતાવળમાં બ્રશ કરી લેતા હોય છે. બ્રશ કર્યા પછી 30 મિનિટનો સમય શરીર માટે ફાળવો.

આ 30 મિનિટ દરમિયાન શરીરને શ્રમ પડે તેવી એક્સરસાઇઝ યોગા અથવા મોર્નિંગ વોક કરવાનો આગ્રહ રાખો. તેનાથી શરીરના હાડકા મજબૂત થશે અને શરીરને નવી ઊર્જા પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *