દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો દિવસ દરમિયાન ફાસ્ટ ફૂડ, વધારે પડતું તળેલું, વાસી ખોરાક, મસાલેદાર ખોરાક વધારે પ્રમાણમાં ખાતા હોય છે. તેના કારણે કબજિયાતની તકલીફ સૌથી પહેલા થઈ જાય છે.
આવી વસ્તુઓ ખાધા પછી લોકો દિવસ દરમિયાન પૂરતું પાણી પણ પીતા નથી તેના કારણે શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થતી નથી અને મળ ત્યાગ કરતી વખતે વધારે જોર કરવું પડે છે. ઘણા લોકો સવારે કલાકો સુધી ટોયલેટમાં બેસી રહે છે.
કબજિયાતની તકલીફ જેને હોય તેને સવારે પેટ સાફ આવતું નથી અને મળ ત્યાગ કરવામાં પણ તકલીફ પડે છે. જો પેટ સાફ આવે નહીં તો આખો દિવસ બેચેની થાય છે અને વારંવાર ટોયલેટ જવું પડે છે.
જો આવી સ્થિતિ તમારી પણ હોય તો આજે તમને એક ઘરેલુ ઉપાય જણાવ્યા જેને કર્યા પછી તમારે સવારે કલાકો સુધી ટોયલેટમાં બેસવું નહીં પડે.
1. કબજિયાતને કાયમ માટે દૂર કરવી હોય તો મેથીના દાણા નો ઉપયોગ શરૂ કરો. રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી દો અને સવારે તેને બરાબર ચાવીને ખાઈ જવું અને પાણી પીવું. આ રીતે મેથીના દાણા ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.
2. આ સિવાય જો તમને કાયમી કબજિયાત રહેતી હોય તો રાત્રે જમ્યા પછી સુતા પહેલા ગાયનું દૂધ હુંફાળું ગરમ કરીને પી જવું.
દૂધ પીવાથી કબજિયાત તો મટી જશે પરંતુ સાથે જ પીતની તકલીફ પણ દૂર થશે. જો તમને વર્ષો જૂની કબજિયાતની તકલીફ હોય તો થોડા દિવસ દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાનું રાખો.
3. જે લોકોને પેટની તકલીફ હોય તેમણે કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે તેને બરાબર રીતે ચાવીને ખાઈ લેવી જોઈએ.
આ રીતે પલાળેલી કિસમિસ ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વાત દોષ પણ દૂર થાય છે.