મિત્રો આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં તેઓ ગમે તેટલી કાળજી રાખે પરંતુ બીમાર પડી જ જાય છે. ઘણા લોકો તો નાની મોટી સમસ્યા થાય કે તુરંત જ ડોક્ટર પાસે દવા લેવા પહોંચી જાય છે.
શરીરમાં ગંભીર સમસ્યા હોય તો આવું કરવું જ પડે છે પરંતુ નાની નાની સમસ્યાઓમાં દવા લેવાથી શરીરના અન્ય અંગોને નુકસાન થાય છે. કોઈપણ સમસ્યા માટે લાંબા સમય સુધી દવા ખાવાથી શરીરને નુકસાન થાય છે.
તેવામાં આજે તમને એક એવો ઉપાય જણાવીએ જેને કરવાથી તમારા શરીરની અનેક સમસ્યાઓ દવા વિનાશ દૂર થઈ જશે. આ વસ્તુ લેવા માટે તમારે ખર્ચ પણ કરવો નહીં પડે કારણ કે તે તમારા ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હશે.
જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે ખજૂર. ખજૂરનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. સ્વાદમાં મીઠી ખજૂર શરીરના અનેક રોગને જળમૂળથી દૂર કરીને શરીરને સશક્ત બનાવે છે.
અનેક સંશોધનો પરથી પણ સાબિત થયું છે કે ખજૂરનું સેવન કરવાથી કેટલીક બીમારીઓ ઝડપથી મટી જાય છે. જેમકે હાથ કે પગમાં દુખાવો હોય, રક્તની ઉણપ હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય. ત્યારે પણ ખજૂર ખાવાથી લાભ થાય છે.
આયુર્વેદમાં ખજૂર થી થતા લાભની સાથે તેનો ઉપયોગ કરવાની રીત પણ જણાવવામાં આવી છે. ખજૂર એવી વસ્તુ છે જેનું ડ્રાયફ્રુટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ખજૂરમાં વિટામીન એ, બી, કે મળી આવે છે. આ સાથે જ તેમાં ઘણા એવા તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ બનાવે છે.
આપણા શરીરમાં અનેક કોષ આવેલા છે. જો આ બધા જ કોષ યોગ્ય રીતે કાર્ય કરે તો શરીર નિરોગી રહે છે. આ કોષ બરાબર કામ કરતા રહે તે માટે જરૂરી છે કે શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા રહે.
આ બધા જ પોષક તત્વો ખજૂરમાંથી મળી રહે છે. ખાસ કરીને જે લોકોને એનીમિયાની તકલીફ હોય અને શરીરમાં હિમોગ્લોબીન ઓછું હોય તેમણે ખજૂર ખાવા જ જોઈએ.
ભોજનમાં ખજૂર ખાવાથી શરીરમાંથી લોહીની ઉણપ દૂર થાય છે. મહિલાઓએ તેના દૈનિક આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જ જોઈએ.
ખજૂર ખાવાથી સાંધાના દુખાવા અને હાડકાની નબળાઈ પણ દૂર થાય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ વધે છે.
ખજૂર ખાવાથી હાડકા નખ અને દાંત બધું જ મજબૂત બને છે. જે લોકોનું વજન ખૂબ જ ઓછું હોય તેમણે ખજૂરને દૂધ સાથે લેવા જોઈએ તેનાથી વજન ઝડપથી વધે છે.