પેટમાં ગેસ થાય કે તરત જ ખાઈ લ્યો આ મસાલો, ગેસથી તરત જ મળી ક્ષે મુક્તિ.

મિત્રો અસ્તવ્યસ્ત ભોજન શહેરીનો ખોરાક લેવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે જેવી કે ગેસ એસિડિટી કબજિયાત અપચો જેવી અનેક પ્રકારની સમસ્યાઓ રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ચોમાસાની ઋતુમાં ને ખાસ કરીને ભાદરવા મહિનામાં અનેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે જેમાં શરદી તાવ ઉધરસ જેવી નાની મોટી સમસ્યાઓ થતી રહે છે અને તેમાં ગેસ અપચો કબજિયાત જેવી સમસ્યાઓ રહે છે.

મિત્રો ઘણા વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના ગેસ થતા હોય છે જેમાં અવળો ગેસ થાય તો તેના લીધે છાતીમાં બળતરા થાય છે અને ચક્કર આવવાની સમસ્યા રહે છે. અને ગેસના લીધે માથામાં પુષ્કળ પ્રમાણમાં દુખાવો થતો રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આપણા ઘરના રસોડામાં રહેલા જ મસાલાથી આપણે અવળો ગેસ તથા ગેસને દૂર કરવાના તમામ પ્રકારના ઉપાયો કરી શકાય છે અને ગેસને આપણા રસોડામાં રહેલા મસાલાથી જ મટાડી શકાય છે.

મિત્રો જે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા હોય છે તેનો ઉપાય દરરોજ ન કરી શકાય દરરોજ આ ઉપાય કરવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો જ્યારે પણ તમને એવું લાગે કે વધારે પડતો ગેસ થયો છે અને આફરો ચડતો હોય તેવું લાગે છે તો તમારે એક ગ્લાસ હુંફાળું પાણી લેવાનું અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો. અને ત્યાર પછી એક ચપટી બેકિંગ સોડા આ પાણીમાં ઉમેરવાનું.

મિત્રો આ ઉપાય છે તે જો દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય ન કરવો તેનાથી તમારી ભોજન શૈલીમાં સુધાર લાવવું જોઈએ જેથી કોઈપણ પ્રકારે ગેસની સમસ્યા ન થાય.

મિત્રો આ એવો પ્રયોગ છે જેનો ઈમરજન્સી સમયે તમે તેનો ઉપયોગ કરી શકો છો કે જેથી કરીને તમને ગેસની સમસ્યામાંથી રાહત મળી શકે ગેસની સમસ્યા વધારે પ્રમાણમાં હોય તો તમે આ પ્રયોગનો ઉપયોગ કરી શકો છો.

મિત્રો બીજો એક પ્રયોગ છે કે જો તમને ગેસની સમસ્યા થઈ હોય ત્યારે તરત જ એક ચમચી અજમો ફાકી તેના ઉપર પાણી પીવાનું છે. આ ઉપાય કરવાથી પણ તરત જ ગેસની સમસ્યામાં રાહત મળે છે.

મિત્રો જો તમને ગેસની સમસ્યામાં રાહત ન મળતી હોય તો સંચળ મીઠું અને હિંગ લઇ આ બંને વસ્તુને એક સાથે ફાકી જવાની અને તેના ઉપર ગરમ હૂંફાળું પાણી પી લેવું. મિત્રો જો તમને ગેસની સમસ્યાને લીધે પેટની અંદર દુખાવો થતો હોય તો પણ અજમો ફાકવાથી પણ દુખાવામાં રાહત મળે છે.

મિત્રો આ બે ઉપચાર એવા છે કે જે ગેસની સમસ્યામાં તાત્કાલિક રાહત આપી શકે છે. મિત્રો જે બેકિંગ સોડા વાળો પ્રયોગ છે તે જો ઇમર્જન્સી લાગે તો તે ઉપાય નો ઉપયોગ કરવો જોઈએ.

મિત્રો જો દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય તો જમ્યા પછી તરત જ 45 મિનિટ સુધી પાણીનું સેવન ન કરવું જોઈએ. જમ્યા પછી તરત જ પાણી પીવાથી હોજરીમાં રહેલો અગ્નિ મંદ પડે છે અને તેના કારણે ભોજન પચવામાં ભારે રહે છે.

Leave a Comment