આયુર્વેદ

દરરોજ 1 ચમચી પી લ્યો આ વસ્તુનો રસ, શરીરમાં રહેલી બધી જ ગંદકી નીકળી જશે બહાર.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ગિલોય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે અને તે આપણે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ.

તે જ રીતે જો આપણે આમળા વિશે વાત કરીએ તો તે પણ આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે. વળી તેનાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે છે સાથે સાથે ડાયાબિટીસ, હૃદય રોગ, મોટાપો વગેરેનો સામનો કરવો પડતો નથી.

આવામાં જો તમે આ બંને વસ્તુનું મિશ્રણ બનાવીને ખાઈ લો છો તો તે તમારા માટે બમણા લાભ આપી શકે છે. કારણ કે બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે અને જ્યારે તમે તેને મિક્સ કરીને ખાવ છો ત્યારે તેનાથી થતા ફાયદાઓ બમણા થઈ જાય છે.

તો ચાલો આપણે જાણીએ કે ગીલોય અને આમળાનો જ્યુસ બનાવીને પીવામાં આવે તો આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે અને આમળાને મિક્સ કરીને તેનો રસ બનાવી લેવામાં આવે અને તેને પીવામાં આવે તો ત્વચા સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

જે લોકોની ત્વચા પર ચમક ઓછી થઈ ગઈ છે અથવા તો ખીલ ડાગની સમસ્યા રહેતી હોય તો તેવા લોકો આ રસનું સેવન કરી શકે છે. ગિલોય અને આમળાનો જ્યુસ હૃદયને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.

કારણ કે તેમાં રહેલા પોષક તત્વો રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં પૂરતું મદદ કરી શકે છે. વળી જે લોકો ચરબી ઓછી કરવા માંગે છે તેવા લોકો પણ આ રસનું સેવન કરી શકે છે.

આંખોની રોશની વધારવા માટે પણ આ બંને વસ્તુનું મિશ્રણ લાભકારી માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામી એ પુસ્તક પ્રમાણમાં મળી આવે છે, જે આંખોની રોશની તો સુધારે છે સાથે સાથે આંખ સંબંધીત સમસ્યાઓથી પણ રાહત આપે છે.

આમળા અને ગિલોય બંનેને મિક્સ કરીને તેનો રસ બનાવી લેવામાં આવે અને તેને દરરોજ એક એક ચમચી લેવામાં આવે તો આપણા શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે અને બ્લડ સુગરની માત્રામાં ઘટાડો થાય છે. જેના લીધે ડાયાબિટીસની સમસ્યા આપણાથી ઘણા અંશ સુધી દૂર રહી શકે છે.

વળી ગીલોયમાં એન્ટી ડાયાબિટી ગુણધર્મો મળી આવે છે તેથી ડાયાબિટીસની પીડિત લોકોએ તો તેનું અવશ્ય સેવાન કરવું જોઈએ. ગિલોય આમળાનો રસ પીવામાં આવે તો આપણા શરીરમાં રહેલા બધા ઝેરી તત્વ બહાર નીકળી જાય છે અને રક્ત સંચાલનમાં પણ સુધારો કરી શકાય છે.

જો તમે દરરોજ એક થી બે ચમચી ગિલોય અને આમળાનો રસ પીવો છો તો તમારા શરીરની બધી જ ગંદકી આપમેળે થોડાક જ દિવસોમાં બહાર નીકળી શકે છે.

તમને ઉપરોક્ત જણાવ્યું એમ ગિલોય અને આમળાનો રસ તમારા શરીરમાં ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. હકીકતમાં તેમાં એન્ટી ગુણધર્મ મળી આવે છે જેના લીધે તે વિવિધ પ્રકારની બીમારીઓથી આપણા શરીરને સુરક્ષિત રાખે છે અને ખરાબ બેક્ટેરિયાનું નાશ કરે છે, જેનાથી આપણા શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.

ગિલોય અને આમળાનો જ્યુસ પીવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થઈ શકાય છે અને તમે ઉપરોક્ત સમસ્યાઓમાંથી કોઈ એક સમસ્યાનો પણ શિકાર હોવ તો તમારે અવશ્ય આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *