આયુર્વેદ દુનિયા

બપોરના ભોજન સાથે એક વાટકી દહીં ખાઈ લ્યો, માથાની ચોંટી થી લઈને પગની એડી સુધીની બીમારીઓ થઇ જશે દૂર.

લઅનિયમિત જીવનશૈલી ના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેમાંથી જ એક સમસ્યા છે વજનમાં થતો વધારો.

વજનમાં વધારો થવાના ઘણા બધા કારણો હોય છે. જેમકે પાચનક્રિયા નબળી હોવી એવી વસ્તુઓનું સેવન કરવું જેનું પાચન બરાબર થાય નહીં તેના કારણે વજન વધી જતું હોય છે.

વજન વધી જાય પછી તેને ઘટાડવા માટે લોકો જીમમાં કલાકો સુધી મહેનત કરે છે પરંતુ તેનાથી પણ ખાસ ફરક પડતો નથી.

જો તમે પણ વજનના વધારાથી ચિંતા છો અને તમારે વજન ઘટાડવું છે તો તમને એક સરળ ઉપાય જણાવીએ. તમારે વજન ઘટાડવું હોય તો રોજ બપોરના ભોજનની સાથે એક વાટકી દહીંનું સેવન કરવાનું શરૂ કરો.

ભોજનની સાથે એક વાટકી દહીં ખાવાથી આરોગ્યને ખૂબ જ લાભ થાય છે. દહીંનું સેવન કરવાથી મૂળ સુધરે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. નિયમિત રીતે બપોરના ભોજનની સાથે એક વાટકી દહીં ખાવાથી માનસિક ચિંતા ઘટે છે.

દહીં કેલ્શિયમ ફોસ્ફરસ ડાયરી ફાઇબર સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

દહી પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તે ખોરાકના પાચનમાં મદદ કરે છે. ભોજન પછી દહીં ખાવામાં આવે તો શરીરમાં ચરબી બનતી નથી અને વજન ધીરે ધીરે ઘટવા લાગે છે.

દહીમાં રહેલા બેક્ટેરિયા આંતરડાની કાર્યક્ષમતા પણ વધારે છે પરિણામે પેટ નિયમિત સાફ આવે છે અને પેટની સમસ્યાઓ થતી નથી.

નિયમિત રીતે એક વાટકી દહીં ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે અને વધતી ઉંમરે હાડકા માટે કેલ્શિયમની દવાઓ ખાવી પડતી નથી. દહીંનું સેવન નિયમિત રીતે કરવા માટે વાળ અને ત્વચાની સુંદરતા પણ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *