આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખવા સતત પ્રયત્ન કરે છે. દૈનિક આહાર ઉપરાંત લોકો કસરત પણ કરતા હોય છે જેથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે.
દૈનિક આહારમાં હેલ્ધી અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પણ જરૂરી છે જેથી શરીરના દરેક અંગને પૂરતું પોષણ મળે અને તે બરાબર કાર્ય કર્તા રહે. પરંતુ જાણીએ અ જાણીએ કેટલીક આદતો ના કારણે શરીરના અંદરના અંગો સ્વસ્થ રહી શકતા નથી.
પાસપોર્ટ ખાવાની આદત દરેક વ્યક્તિને હોય છે અને તેના કારણે સૌથી પહેલી અસર લીવર અને કિડની ને થાય છે. લીવર અને કિડની શરીરના બે મહત્વના અંગ છે જો તેમાં નબળાઈ આવે કે ઇન્ફેક્શન થાય તો તેનાથી શરીરમાં બીમારીઓ વધે છે અને સાથે જ જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે.
તેથી જરૂરી છે કે કિડની અને લીવરને સ્વસ્થ રાખવામાં આવે. આજે તમને કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટેનું એક ડીટોક્ષ વોટર બનાવવાનું જણાવીએ. આ ડીટોક્ષ વોટર બનાવવા માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી.
ઘરના રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓના ઉપયોગથી જ તમે આ પાણી બનાવી શકો છો અને તેનું સેવન કરી શકો છો. આ પાણી પીવાથી લીવરમાં અને કિડનીમાં જામેલો બધો જ કચરો બહાર નીકળી જશે અને બંને અંગ સ્વસ્થ રહેશે.
આ પાણી બનાવવા માટે કિસમિસ અને સૂકા ધાણા ની જરૂર પડશે. આ પાણી પીવાથી તમને પથરી ની તકલીફ પણ થશે નહીં. આ બંને વસ્તુનું પાણી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે જે શરીરમાં જતા જ શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે.
આ પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી સૂકા ધાણા અને થોડી કિસમિસ ઉમેરી તેને બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરી લેવું. હવે આ પાણીને ગાળીને તેનું સેવન કરવું.
આ સિવાય તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં કિસમિસ અને ધાણા પલાળીને પણ રાખી શકો છો. સવારે આ પાણીને ગરમ કરીને તેને ચા ની જેમ પી જવું અને કિસમિસને ખાઈ જવી. આ પાણી પીવાથી કિડની અને લીવરમાં જામેલો બધો જ કચરો અને બેક્ટેરિયા દૂર થઈ જાય છે.