દોસ્તો ફટકડીનો ઉપયોગ મોટાભાગના લોકો પાણીને સાફ કરવા અથવા લોશન માટે ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ફટકડી ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે.
તેથી તેનો ઉપયોગ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.
ફટકડીનું પાણી દાંતના દુઃખાવા માટે રામબાણ ગણાય છે. તેની સાથે તેના પાણીથી ચહેરો ધોવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. તો ચાલો આપણે જાણીએ કે ફટકડીના ફાયદા કયા કયા છે.
સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. આ સાથે ફટકડીના પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે પણ થાય છે. વળી ફટકડીના પાણીનો ઉપયોગ ચહેરો ધોવા માટે પણ થાય છે.
આ સાથે શેવિંગ કર્યા પછી લોશન માટે પણ ફટકડીના પાણીનો ઉપયોગ થાય છે. જે લોકો દાંતના દુખાવાને લીધે પરેશાન છે તેઓ દુખાવાને દૂર કરવા માટે પણ ફટકડીના પાણીનો ઉપયોગ કરી શકે છે.
ખરજવું અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યા હોય ત્યારે ફટકડીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફટકડીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ફટકડીના પાણીના ઉપયોગથી ખરજવું અને ખંજવાળ મટે છે.
ફટકડીના પાણીને દાંતના દુખાવામાં રામબાણ માનવામાં આવે છે. તેથી, જો કોઈને દાંતના દુખાવાની ફરિયાદ હોય, તો તેણે ફટકડીના પાણીથી ગાર્ગલ કરવું જોઈએ. આનાથી દાંત મજબૂત બને છે. આ સાથે દાંતના દુખાવાની ફરિયાદ પણ દૂર થાય છે.
શરીરની દુર્ગંધ દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. આ માટે સ્નાન માટે ફટકડીના પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
જો કોઈને વાળમાં જૂની ફરિયાદ હોય તો તેણે ફટકડીના પાણીથી વાળ ધોવા જોઈએ. ફટકડીના પાણીથી વાળ ધોવાથી જૂની ફરિયાદ દૂર થાય છે.
ફટકડીનું પાણી ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ફટકડીના પાણીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો હોય છે, જે ચહેરા પરના ડાઘ-ધબ્બા, પિમ્પલ્સની ફરિયાદને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
જો કોઈ વ્યક્તિને ઈજા અને ઘાને કારણે સતત રક્તસ્રાવ થતો હોય તો તેણે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ફટકડી લગાવવાથી ઈજા કે ઘા જલ્દી રૂઝાઈ જાય છે.
ગળામાં ખરાશની ફરિયાદ દૂર કરવા માટે ફટકડીના પાણીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે ફટકડીના પાણીથી કોગળા કરો.
જોકે યાદ રાખો કે ફટકડીના પાણીના વધુ પડતા ઉપયોગથી ચહેરા પર ફોલ્લીઓ અને બળતરા થઈ શકે છે. આ સાથે ફટકડીનું પાણી આંખો પર ખરાબ અસર કરે છે. વળી ફટકડી સૂંઘવાથી નાક, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.