સૂંઠમાં તમને આયરન, ફાઈબર જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેના લીધે શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધુ સારું થાય છે અને મગજમાં સારા પ્રમાણમાં ઑક્સીજન પહોંચે છે.
સૂંઠવાળું દૂધ બનાવવા માટે સાઉથ પહેલા દૂધ ગરમ કરો. પછી તેમાં એક ચમચી સૂંઠ પાવડર ઉમેરો અને ઉકાળો. તે પછી દૂધને ગાળી લો. સૂંઠવાળા દૂધનું સેવન રાત્રે જ કરવું જોઈએ.
જો તમને તમારા સાંધામાં સખત દુખાવો થતો હોય તો સૂંઠ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે રાત્રે સૂતા પહેલા દૂધમાં સૂંઠ નાખીને પીશો તો થોડા જ દિવસોમાં સાંધાના દુખાવામાં આરામ મળશે. આટલું જ નહીં, જો તમે સૂંઠ અને ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીશો તો પણ તમને આર્થરાઈટિસમાં ફાયદો થાય છે.
સૂંઠવાળું દૂધ એ પાચન તંત્ર માટે ખૂબ લાભદાયી હોય છે જે કબજિયાત, પેટનો દુખાવો અથવા તો એસિડિટી અથવા તો ખાટા ઓડકાર આવે છે. તો તામરી માટે આ દૂધ ખૂબ લાભદાયી સાબિત થશે. પાચનતંત્ર માટે પણ આ આ પાવડર ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
વાતાવરણમાં બદલાવને કારણે ગળામાં ખરાશ હોય તો પણ સૂંઠ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ રાત્રે તેને દૂધમાં ભેળવીને પીવાથી ગળાની ખરાશ થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે. આટલું જ નહીં તે ગળાના ઈન્ફેક્શનથી પણ જલ્દી રાહત આપે છે. રાત્રે સૂંઠવાળું દૂધ પીધા પછી પાણી ન પીવું.
સૂંઠના સેવનથી શાઇરીરને ગરમી મળે છે. અને તેમને પરસેવો થાય છે. તાવ આવે તો આ દૂધનું સેવન કરવું જોઈએ. શરીરનું તાપમાન ઓછું થઈ જશે. તમે ઈચ્છો તો આ દૂધમાં થોડું મધ પણ ઉમેરી શકો છો. આમ કરવાથી દૂધ વધુ પોષટીક બની જશે.
જો તમને હિચકી આવી રહી છે અને તે અટકવાનું નામ નથી લઈ રહી તો સૂંઠને દૂધમાં મિક્સ કરી ઉકાળો અને ઠંડુ કરી પીવાના થોડી મિનિટમાં રાહત મળશે. જેમને બીજી કોઈપણ હાડકાંની તકલીફ હોય તેમણે દિવસે 4-5 વખત આ પીણું પીવાનું રાખો.