આયુર્વેદ

75 કિલોની વિદ્યાર્થિનીએ જોત જોતામાં ઘટાડી દીધું 20 કિલો વજન, તમે પણ ફોલો કરીને ઘટાડી શકો છો વજન.

વજન વધવું એ એક સામાન્ય સમસ્યા છે. આનાથી દરેક ઉમરના લોકો પ્રભાવિત થાય છે. બાળકો સાથે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઑ પણ ખૂબ ઝડપે મેદસ્વિતાનો શિકાર થઈ રહ્યા છે.

હકીકતમાં ખરાબ જીવનશૈલી, અનહેલ્થી ડાયટ સહિત ઘણા બીજા કારણને લીધે ચરબી વધી જતી હોય છે. તેનાથી બચવા માટે હેલ્થી ભોજનની સાથે સાથે નિયમિત કસરત પણ જરૂરી છે.

લોકડાઉન દરમિયાન 18 વર્ષની કોલેજ સ્ટુડન્ટ વસુંધરા વર્માનું વજન વધીને 75 કિલો થઈ ગયું હતું. આટલા વજન સાથે તેઓ કમ્ફર્ટેબલ જ હતી છતાં, વધુ કંટાળી જવાને કારણે અને લોકડાઉન દરમિયાન વધારાનો સમય પસાર કરવાને કારણે તેણીએ વજન ઘટાડવાનું શરૂ કર્યું. આ રીતે તેણે 6-7 મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું. ચાલો જાણીએ તેમની આ સફર વિશે.

વસુંધરા જણાવે છે કે સૌથી પહેલા મે યુટ્યુબ પર ઓછી ઇફેક્ટ લગાવી પડે એવું વર્કઆઉટ જોયું અને તેને ફોલો કરવા લાગી. પણ તેનાથી કોઈ ફાયદો થતો નથી. પછી મે ચોકલેટ અને સેન્ડવીચ ખાવાનું છોડી દીધું.

તે હું દરરોજ ખાતી હતી. મે મારી ડાયટ સંપૂર્ણ રીતે બદલી દીધી. શુગર અને જંકફૂડ ખાવાનું પણ છોડી દીધું. હવે આનું રિઝલ્ટ તમારી સામે જ છે.

નાસ્તામાં : નાસ્તામાં તે બ્રેડ જેવા નાસ્તાને બદલે બાફેલા ઈંડા, પૌંઆ, ચીલા અને એક મોટો ગ્લાસ શુગર ફ્રી કોલ્ડ કોફી લેતી.

બપોરના જમવામાં : એક રોટલી, દાળ અને ઘણા બધા પ્રકારની શાકભાજી. મારા ભોજનમાં કબર્સની જગ્યા પ્રોટીને લઈ લીધી.

રાત્રે જમવામાં : મારા માટે સામાન્ય રીતે રાતનું જમવાનું એ બપોરના ભોજન જેવુ જ હોય છે. હું રાત્રે 7 વાગ્યા સુધીમાં જમી લઉં છું. જલ્દી રાતનું જમી લેવાથી વજન ઘટવા લાગે છે. રાત્રે જમ્યા પછી 13-15 કલાક પેટ ખાલી રાખું છું અને સવારે સૌથી પહેલા એક વાટકી ફ્રૂટ ખાવું છું.

કસરત કરતાં પહેલા હું કશું ખાતી નથી અને ખાવાની સલાહ પણ આપતી નથી. કેમ કે પેટ ભરેલ હોય છે તો કસરત કર્યા પછી પેટમાં દુખાવો થાય છે.

બપોરના જમ્યા પછી : હું બપોરે વર્કઆઉટ કરું છું એટલે તે પછી હું લંચ લઉં છું.

વજન ઓછું કરેલ વસુંધરા જણાવે છે કે મે 10 મિનિટ વર્કઆઉટ કરીને શરૂઆત કરી હતી મને સારું લાગવા લાગ્યું પછી આગળ જતાં મે વર્કઆઉટ કરવાના સમયમાં વધારો કર્યો.

પછી દરરોજ 30 મિનિટ કસરત કરી અને પછી ધીરે ધીરે 1 કલાક સુધી કરવા લાગી. આ સાથે જ તે HIIT (હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ) પણ કર્યું જે ગેમ ચેન્જર સાબિત થયું.

તેઓ જણાવે છે કે હવે હું દરરોજ 15 મિનિટ દોડવા સાથે 30 મિનિટ HIIT (હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ) વર્કઆઉટ કરું છું. વચ્ચે એક દિવસ આરામ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *