આપણા દરેક ભારતીય રસોડામાં કાળા મરી આસાનીથી મળી આવે છે. જેને મસાલાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. કાળા મરીમાં વિટામિન સી, કે અને ઇ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમારા શરીરને યોગ્ય રીતે ચલાવીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે.
જો તમે કાળા મરીને ભોજનમાં સામેલ કરો છો તો તમે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કાળા મરીનું સેવન કેવી રીતે કરવું જોઈએ અને તેનાથી કયા લાભ થાય છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જો તમને ભૂખ ઓછી લાગે છે અને તમારું શરીર એકદમ દુર્બળ બની ગયું છે તો તમારે ભોજનમાં કાળા મરી સામેલ કરવા જોઇએ. જેનાથી તમને ભૂખ પણ વધારે લાગે છે અને તમે આખો દિવસ ઊર્જાવાન બની શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમારે કાળા મરીના પાવડરને ગોળ સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
જો તમે ગેસ, અપચો, એસિડિટી જેવા પેટના રોગોનો સામનો કરી રહ્યા છો તો પણ કાળા મરીને ભોજનમાં શામેલ કરી શકો છો. આ માટે કાળા મરીના પાવડરને લીંબુના રસમાં મેળવીને સેવન કરવું જોઈએ. જો કે યાદ રાખો કે તમારે તેમાં ચપટી સિંધવ-મીઠું પણ ઉમેરી લેવું જોઈએ. જેનાથી ખાટા ઓડકાર અને એસીડીટીની સમસ્યા દુર થઈ જાય છે.
કાળા મરી એન્ટિઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે, જે કેન્સર જેવા ગંભીર રોગ સામે આસાનીથી લડી શકે છે. આ સાથે તેમાં મળી આવતું પેપરીન નામનું પોષક તત્ત્વ શરીરમાં રહેલા કેન્સરના કોષોને દૂર કરે છે, જેનાથી તમે કેન્સરના રોગમાં ઘણા અંશ સુધી રાહત મળી શકે છે.
જો તમે શરદી-ખાંસી જેવી વાયરલ બીમારીઓનો સામનો કરી રહ્યા છો તો પણ તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમારે કાળામરીના ચૂર્ણને મધ સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તમે કાળા મરીની મદદથી ચા પણ બનાવી શકો છો, જેનાથી ગળા અને છાતીમાં ભરાઈ ગયેલો કફ બહાર આવી જાય છે.
જો તમને સંધિવા, ગઠીયા વગેરેની સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે કાળા મરીન અસરગ્રસ્ત વિસ્તારમાં માલિશ સ્વરૂપે લગાવી શકો છો. જેનાથી તમને દુખાવામાં આરામ મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે કાળા મરીનું સેવન કરવાથી તમે વજન પણ ઓછું કરી શકો છો અને બ્લડપ્રેશર પણ કાબૂમાં આવી જાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે કાળા મરીને પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.