મિત્રો શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્તની માત્રા સંતુલિત રહે. જો શરીરમાં રક્તની ઉણપ સર્જાય તો એનિમિયા જેવી બીમારી થઈ જાય છે અને સાથે જ નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શરીરમાં રક્તની ઉણપ હોય તો તેના કારણે કેટલીક વખત ગંભીર સમસ્યાઓ પણ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સ્વસ્થ શરીર માટે શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય તે જરૂરી છે. જેમકે સ્ત્રીઓ માટે હિમોગ્લોબિન લેવલ 12 થી 16 હોવું જોઈએ. જ્યારે પુરુષો માટે 14 થી 18 ની માત્રા યોગ્ય ગણાય છે.
જો શરીરમાં હિમોગ્લોબીન તેનાથી ઓછું હોય તો શરીરમાં નબળાઈ, થાક લાગે છે. તેવામાં આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન લેવલ યોગ્ય રીતે જળવાઈ રહે છે.
1. શરીરમાં રક્તની ઉણપ હોય તો તેને દૂર કરવા માટે દાડમનું સેવન કરવું જોઈએ. દાડમ ખાવાથી રક્તની ઉણપ દૂર થાય છે.
2. બીટ નો ઉપયોગ કરવાથી પણ શરીરમાં રક્તની ઉણપ દૂર થાય છે. બીટને તમે સલાડ તરીકે અથવા તો જ્યુસ કરીને પણ પી શકો છો.
3. ટામેટાનું ઉપયોગ વધારીને પણ હિમોગ્લોબીન વધારી શકાય છે. ટામેટામાં રહેલા તત્વો શરીરમાં રક્તની ઉણપ દૂર કરે છે.
4. ખજૂરનું સેવન કરવાથી પણ રક્તની ઉણપ દૂર કરી શકાય છે. ખજૂરનું સેવન કરવાથી શરીરને પોષક તત્વો મળે છે અને રક્ત પણ બને છે.
5. અખરોટ ખાવાથી પણ હિમોગ્લોબીન વધે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે રક્ત બનાવવાનું કામ કરે છે.
6. શરીરમાં રક્તની ઉણપ હોય તો પાલકની ભાજી ખાવી જોઈએ. તેનું સેવન કરવાથી પણ લોહીની ઉણપને દૂર કરી શકાય છે.
7. અંજીર ખાવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે શરીરમાં નવું રક્ત બનાવવામાં મદદ કરે છે.