250થી પણ વધારે બીમારીઓ માટે કારગર માનવામાં આવે છે આ ખાસ ઔષધિ, કેન્સરની ગાંઠ સહિત હાઈ બીપીની સમસ્યા માં મળશે આરામ.
દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને સરગવો ના સેવનથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. સરગવો ઔષધીય ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને તેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. જોકે શરત એટલી છે કે તમારે સરગવાનો ઉપાય કરવાની રીત જાણવી જોઈએ.
તમને જણાવી દઈએ કે સરગવો તમે બે રીતે ઉપયોગ કરી શકો છો. જેમાં તમારે સરગવાની શીંગ અથવા પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે સરગવાનું ચૂર્ણ પણ બનાવીને ઉપયોગ કરી શકો છો. આ ચૂર્ણ તમે ઓસડિયા ની દુકાનથી પણ લાવી શકો છો.
જો તમને કફ અને વાત સબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે ભોજનમાં મધ સાથે સરગવાની પાનનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. જો તમને કોઈ જગ્યાએ મચકોડ આવી ગયો છે અને અસહ્ય દુખાવો થાય છે તો,
તમારા સરગવાના પાનની પેસ્ટ બનાવીને તેમાં સરસવ તેલ ઉમેરી લેવું જોઈએ. ત્યારબાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવી જોઈએ. જોકે યાદ રાખો કે તમારે આ પેસ્ટને ગરમ કરીને લગાવવી જોઈએ.
જો તમે સંધિવા, લકવો જેવી હાડકા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સવારે સરગવાના પાનનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. જો તમારું વજન વધી ગયું છે તો તમારે સરગવાના પાનનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. તેનાથી તમારા શરીર પર જામી ગયેલા ચરબીના થર પીગળી જાય છે.
આ સાથે જો દાંતમાં દુઃખાવો થાય છે અથવા તો કીડા પડ્યા છે તો તમારે સરગવાની છાલનો ઉકાળો બનાવીને તેનાથી કોગળા કરવા જોઈએ. હકીકતમાં તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે દાંતનો દુઃખાવો દૂર કરવા માટે કામ કરે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે સરગવાના બીજનો ઉપયોગ કરીને પાણીને શુદ્ધ અને જીવાણુ મુક્ત બનાવી શકો છો. આ માટે તમારે પાણીમાં સરગવાના બીજનો પાવડર બનાવીને ચપટીભર ઉમેરી લેવું જોઈએ. જો તમે આ પાણીનું સેવન કરશો તો તમને પથરીની સમસ્યા થી પણ કાયમી છુટકારો મળી જશે.
જો તમે સરગવાના મૂળને હિંગ, અજમો અને સૂંઠ સાથે મિક્સ કરીને પાવડર બનાવી લો છો ત્યારબાદ તેનો ઉકાળો બનાવીને પીવો છો તો કેન્સરના કોષોનો નાશ થાય છે. આ સાથે કેન્સરનો વિકાસ પણ અટકી જાય છે. તમે આ ઉકાળો પીને સાંધાનો દુઃખાવો, પથરી, અસ્થમા, શ્વાસ લેવાની સમસ્યાથી રાહત મેળવી શકશો.
જો તમે સરગવાના પાનનો ઉકાળો બનાવીને સેવન કરો છો તો આંખોની રોશની વધારવામાં મદદ મળે છે. આ સાથે તેનાથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અને કફથી રાહત મેળવી શકાય છે. સરગવાનું સેવન કરવાથી રોગો સામે લડવાની શક્તિ પણ પ્રાપ્ત કરી શકાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.