આયુર્વેદ

તમારા ચહેરાને ચમકદાર બનાવીને છોડશે આ વસ્તુ, લગાવી લેવાથી ક્યારેય નહીં થાય ખીલ.

દોસ્તો હળદર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર લગાવવાથી ત્વચાના ઘણા રોગો મટે છે. હળદરને ત્વચા માટે રામબાણથી ઓછું માનવામાં આવતું નથી.

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે ત્વચાને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે ચહેરા પર હળદર લગાવવાથી શું ફાયદા થાય છે.

જો કોઈ વ્યક્તિને તેના ચહેરા પર ખીલ અથવા ડાઘની ફરિયાદ હોય તો તેણે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. હળદરની પેસ્ટ લગાવવાથી પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.

હળદર ત્વચાની ચમક વધારે છે. આ માટે હળદરને દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવી જોઈએ. ત્યાર બાદ હૂંફાળા પાણીથી મોં ધોવું જોઈએ. આજકાલ મોટાભાગના લોકોમાં ડાર્ક સર્કલની સમસ્યા જોવા મળે છે.

પરંતુ, હળદરની પેસ્ટથી તમે ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે હળદર અને ચંદનની પેસ્ટને અઠવાડિયામાં બેથી ત્રણ વખત ચહેરા પર લગાવવી જોઈએ.

જે લોકો તૈલીય ત્વચા ધરાવે છે. તેમના માટે પણ હળદરની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરની પેસ્ટ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તે ત્વચાને પોષણ પણ આપે છે.

હળદરને ચહેરા પર લગાવવાથી કરચલીઓની સમસ્યાથી છુટકારો મળે છે. જો કોઈને કરચલીઓની ફરિયાદ હોય તો તેણે દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. આ પછી હૂંફાળા પાણીથી મોં ધોઈ લેવું જોઈએ.

શુષ્ક ત્વચાવાળા લોકો માટે પણ હળદરની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈની ત્વચા ખૂબ જ શુષ્ક હોય તો તેણે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. તેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે.

હળદરની પેસ્ટ ચહેરા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે હળદરમાં ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. ત્યાર બાદ 15 મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *