આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે રોજ સવારે ખાલી પેટ જો કલોંજી લેવામાં આવે તો મૃત્યુ આવે ત્યાં સુધી કોઈ પણ રોગ શરીરમાં આવતો નથી. તેનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે.
કલોંજીને અનેક રોગની દવા બનાવવા માટે રાત્રે સુતા પહેલા તેને પાણીમાં પલાળી દેવી જોઈએ. હવે સવારે જાગો ત્યારે સૌથી પહેલા બ્રશ કરવું અને પછી આ કલોંજી નું સેવન કરી લેવું. આ રીતે કલોંજી લેવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે..
કલોંજી ના બીજ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. જેના કારણે લોહીમાં જામતું બ્લોકેજ અટકે છે અને હાર્ટ એટેકની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
જેને ડાયાબિટીસ હોય તેણે પણ કલોંજીના બીજ પીવા જોઈએ તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે અને ડાયાબીટીસ થતું નથી. તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવી શકાય છે અને બીમારીઓ દૂર થાય છે.
કલોંજી નો ઉપયોગ રોજ સવારે ખાલી પેટ કરવાથી નબળા પડેલા હાડકા પણ મજબુત થાય છે. કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાં મજબૂત બનાવે છે તેની સાથે દાંત પણ મજબૂત રહે છે.
જો પેટમાં દુખાવાની તકલીફ હોય કે પછી કબજિયાત, એસીડીટી, ગેસ અને અપચો કાયમ માટે રહેતા હોય તો ભોજન પછી કલોંજીના બીજ ખાઇ શકો છો અથવા તો ભોજનમાં પણ તેને લઈ શકો છો.
તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને પાચનશક્તિ પણ વધે છે. જો વારંવાર મોઢામાં ચાંદા થઈ જતા હોય તો આ ઉપાય એકદમ અકસીર છે.
શરીરમાં પથરીની તકલીફ હોય અને દવા કરાવ્યા પછી પણ પથરી બહાર નીકળતી ન હોય તો સવારે ખાલી પેટ કલોંજી નું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ક્ષાર રૂપે જામેલી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.