દોસ્તો સાબુદાણા નો ઉપયોગ મોટાભાગના લોકો ઉપવાસમાં કરે છે. સાબુદાણાનો ઉપયોગ કરીને ખીચડી, ખીર જેવી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પરંતુ, શું તમે જાણો છો કે સાબુદાણાના સેવનથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. સાબુદાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સાબુદાણામાં ફાઈબર, વિટામિન-બી, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરની વિવિધ બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે, તો ચાલો આપણે તેના સેવનથી થતાં ફાયદાઓ વિશે જાણીએ.
સાબુદાણાનું સેવન હાડકા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સાબુદાણામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના ઉપયોગથી હાડકા મજબૂત બને છે. તેનાથી સાંધાના દુખાવાથી પણ છુટકારો મળે છે.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સાબુદાણાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સાબુદાણામાં પોટેશિયમ અને ફોસ્ફરસ બંને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
એનિમિયાના રોગમાં પણ સાબુદાણા ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધારે છે. તેથી સાબુદાણાનું સેવન કરવાથી એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ફરિયાદ દૂર થાય છે.
સાબુદાણા પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સાબુદાણામાં ફાઈબર સારી માત્રામાં હોય છે. તેથી તેના સેવનથી પેટ સંબંધિત ઘણી બીમારીઓ થતી નથી. આ ઉપરાંત પાચનતંત્ર પણ મજબૂત બને છે.
સાબુદાણાનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે જ તેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રિત રહે છે. સગર્ભા સ્ત્રીઓ માટે સાબુદાણા ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
સાબુદાણાનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. કારણ કે સાબુદાણામાં કેલરી અને પ્રોટીનનું પ્રમાણ જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી.
જોકે યાદ રાખો કે સાબુદાણામાં કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેથી તેના વધુ પડતા સેવનથી વજન ઝડપથી વધી શકે છે. આ સાથે સુગર લેવલ વધવાની ફરિયાદ પણ થઈ શકે છે.
વળી, સાબુદાણાનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય છે. કારણ કે સાબુદાણામાં પુષ્કળ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેના સેવનથી શુગર લેવલ વધી શકે છે.
આ સાથે સાબુદાણાના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે. જેના કારણે થાઈરોઈડ થવાની શક્યતા વધી જાય છે.