રાસબરી એવું ફળ છે અન્ય ફળની સરખામણીમાં ઓછું ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું મોટાભાગે કારણ એ છે કે તેના ઉપયોગથી થતા લાભથી લોકો અજાણ હોય છે.
આજે તમને જણાવીએ કે રાસબરી ફળના ઉપયોગથી શરીરની અનેક તકલીફો દુર થાય છે. ખાસ કરીને તેમાં રહેલા ઔષધીય ગુણ આંખ અને હાડકાની નબળાઈ દુર કરે છે.
આ ફળ વિશે ઘણા લોકો વધારે જાણતા નથી હોતા. તેનું સેવન કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દુર થાય છે. આ ફળનું સેવન કરવાથી થતા ચમત્કારી અને આરોગ્ય વર્ધક લાભ વિશે આજે તમને જણાવીએ.
રાસબરીને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી સંબોધિત કરવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને પોપટા પણ કહે છે. રાસબરી પોષકતત્વોનો ભંડાર છે.
તેનું સેવન કરવાથી શરીરની રોજની જે પોષકતત્વોની જરૂરીયાત હોય છે તે પુરી થાય છે. તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના પોષકતત્વો હોય છે.
ડાયાબીટીસના દર્દીઓ માટે રાસબરી ખૂબ લાભકારી છે. તેનો ઉપયોગ પાણીમાં ઉકાળીને કરવાથી લાભ થાય છે. આ ઉકાળો ખાલી પેટ લેવાનો હોય છે. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતા આ ફળ ખાય છે તો તેના ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે. આ ફળ પ્રસુતા સ્ત્રી પણ ખાઈ શકે છે. તેનાથી શરીરમાં આયરનની ઊણપ દુર થાય છે. રાસબરી ખાવાથી શરીરની રોજની આયરનની જરૂરીયાત પુરી થાય છે.
આ ફળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બનતી કેન્સરની ગાંઠ અટકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં કેન્સરના કોષનો વિકાસ અટકાવે છે.
આ ફળ વિટામીનોનો રાજા કહેવાય છે કારણ તેનું સેવન કરવાથી શરીરને અનેક વિટામીન મળે છે. તેનું સેવન કરવાથી આંખના રોગ દુર થાય છે અને નંબર હોય તો તે પણ ઉતરે છે. આ ફળ ખાવાથી આંખના નંબર વધતા અટકે છે.
રાસબરીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે તેથી તે હાડકાને મજબૂત કરે છે. તેનાથી સાંધાના રોગ, દુખાવા મટે છે. સાંધાના રોગમાં તો આ ફળ રામબાણ ઈલાજ છે.
આ ફળ બાળકો માટે પણ ખૂબ ગુણકારી છે. તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. આ ફળ ખાવાથી કિડની અને લીવરના ગંભીર રોગથી પણ બચી શકાય છે. તેમાં રહેલા તત્વો કિડનીના રોગને અને કિડની ડેમેજથી બચાવે છે. રાસબરીમાં નીયાસીન હોય છે જે આર્થરાઈટીસના દર્દી માટે રામબાણ છે.
રાસબરી હાર્ટ માટે પણ લાભકારી છે. તેનાથી હાર્ટની કોશિકાઓ સંતુલિત રહે છે અને હાર્ટ પ્રોબ્લેમ થતા અટકે છે.