હવે હાથની કોણી અને પગની ગોઠણ પરની કાળાશથી આસાનીથી મળશે મુક્તિ, ફક્ત બે જ દિવસમાં મળશે પરિણામ.

દોસ્તો સામાન્ય રીતે આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવવાની ઈચ્છા રાખતો હોય છે અને આ માટે તે પૂરતી મહેનત પણ કરે છે. જોકે બહારના પ્રદૂષણ અને શરીર પર વધારે ધ્યાન ના આપવાને કારણે વ્યક્તિને તેના ખરાબ પરિણામ ભોગવવા પડતા હોય છે. વળી કેટલીક સમસ્યાઓ તો એટલી જટિલ હોય છે ઘણા પ્રયાસ કર્યા પછી પણ ઈચ્છિત સફળતા મળતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી જ એક સમસ્યા હાથની કોણી અને પગના ગોઠણ ની કાળાશની છે. હકીકતમાં આ બંને અંગો આપણા શરીરના મહત્વના છે, જેની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. જોકે ઘણી વખત આ અંગો પર રહેલી કાળાશ દૂર કરવા માટે કરવામાં આવેલ પ્રયત્નનો સારા પરિણામ મળતાં નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આ બંને અંગોની કાળાશ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે કોણી અને ગોઠણ ની કાળાશ દૂર કરવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો કાળાશ દૂર કરવા માટે દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા લીમડાના પાનને પાણીમાં પલાળીને એક પેસ્ટ બનાવવી પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ત્યારબાદ તમારે આ પેસ્ટને લીંબુનો રસ અને ગુલાબજળ ઉમેરી દેવું જોઈએ. હવે તમારે આ પેસ્ટને તમારા હાથ અને પગ પર લગાવવાની રહેશે. આ ઉપાયથી કોણી અને ગોઠણ ની કાળાશ દૂર થઈ જશે.

આ સિવાય તમે દૂધની મલાઈ, હળદર અને મધ નો ઉપયોગ કરીને પણ હાથ પગને સુંદર બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે દૂધની મલાઈ, હળદર અને મધ ત્રણેયને મિક્સ કરીને એક પેસ્ટ બનાવવી જોઈએ. ત્યારબાદ તમારે આ પેસ્ટને સ્નાન કરતા પહેલા હાથ અને પગ પર લગાવી દેવી જોઈએ અને 10 મિનિટ સુધી માલિશ કરતા રહેવું જોઈએ. ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરી લેવું જોઈએ. આ ઉપાયથી કોણી અને ગોઠણની સુંદરતામાં વધારો થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી ત્વચા એકદમ ડ્રાય છે તો તમારે કાચા દૂધનો ઉપયોગ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કાચા દૂધમાં મધ અને દહીં ઉમેરીને સ્નાન કરતા પહેલા કોણી અને ગોઠણ પર તેને લગાવી દેવું જોઈએ અને 10 મિનિટ સુધી તેને ઘસતા રહેવું જોઈએ. આ ઉપાયથી પણ કોણી અને ગોઠણની કાળાશ થી મુક્તિ મળશે.

આજ ક્રમમાં હાથ પગની કાળાશ દૂર કરવા માટે ચણાનો લોટ, દહી અને લીંબુનો રસ મિક્સ કરીને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકો છો, જેનાથી તમને તરત જ સારા પરિણામ દેખાવા મળશે.

આ ઉપરાંત તમારે હળદર પાવડર અને મુલતાની માટી ને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરી લેવી જોઈએ. ત્યારબાદ તમારે તેમાં થોડુક પાણી ઉમેરીને કોણી અને ગોઠણ પર લગાવી દેવું જોઈએ. આ ઉપાય અજમવાથી પણ તમને તરત જ ઈચ્છિત પરિણામ દેખાવા લાગે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment