દોસ્તો આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, સંધિવા, ગઠિયા જેવા રોગો સૌથી વધારે પરેશાન કરતા હોય છે. વળી આ બધા રોગોમાંથી કાયમી ધોરણે ઈલાજ પણ મળતો નથી.
આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ દુખાવા મટાડવા માટે ડોકટરી દવાઓનો આશરો લેતો હોય છે પંરતુ ઘણી વખત દવાઓ ખાધા પછી પણ રાહત મળતી નથી. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, સંધિવા વગેરેથી આરામ અપાવી શકે છે.
જો તમને સાંધાના દુખાવાને લીધે પરેશાની થઈ રહી છે અને કોઈ કાયમી ઇલાજ મળી રહ્યો નથી તો તમારે દરરોજ બેકિંગ સોડાને પાણીમાં ઉમેરીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. વળી તમારે દિવસમાં આઠથી દસ ગ્લાસ બેકિંગ સોડાને પાણીમાં ઉમેરીને સેવન કરવાનું રહેશે. જેનાથી તમારા શરીરમાં યુરીક એસિડના સ્તરને સામાન્ય કરી શકાશે અને દુખાવાથી આરામ મળશે.
હકીકતમાં બેકિંગ સોડા શરીરમાં યુરિક એસિડના સ્તરને કાબૂમાં કરીને તેને લોહી સાથે મિક્સ કરી દે છે. જેથી દુઃખાવાની સમસ્યા થતી નથી. જોકે તમારે એ વાતની કાળજી રાખવી પડશે કે જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે બેકિંગ સોડાનો ઉપયોગ વધારે કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારી સમસ્યા વધુ વણસી શકે છે.
જો તમને ભોજન કરી લીધા પછી કઈંક ને કંઇક ખાવાની ટેવ છે તો તમારે ભોજન ખાધા પછી અળસીના બીજ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે તેનાથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે અને દુખાવામાં આરામ મળી શકે છે.
આ સિવાય તમારે દિવસ દરમિયાન એકથી બે વખત લીંબુ પાણી પીવાની ટેવ પાડી દેવી જોઈએ. કારણ કે તેનાથી પણ તમારી સમસ્યા કાબૂમાં આવી જાય છે. આ સિવાય તમારે સલાડમાં પણ લીંબુ ઉમેરીને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. વળી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવવામાં આવેલ ભોજનનું જ સેવન કરવું જોઈએ અને બહારના ભોજનનું ટાળવું જોઈએ.
આ સિવાય તમારે ભોજનમાં શક્ય હોય ત્યાં સુધી ખાટા ફળો ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે તેમાં મળી આવતું વિટામિન સી યુરિક એસિડના સ્તરને તો કાબૂમાં કરે જ છે સાથે સાથે રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો કરી શકે છે. વળી તમારે ભોજનમાં તળેલી ચીજ વસ્તુઓથી અંતર બનાવી લેવું જોઈએ.
તમે ભોજનમાં ડ્રાય ફ્રુટ પણ શામેલ કરી શકો છો. કારણ કે તેમાં એવા તત્વો મળી આવે છે, જે શરીરમાંથી વધી ગયેલા યુરિક એસિડ નું શોષણ કરવાનું કામ કરે છે અને દુખાવાથી આરામ મળી શકે છે. આ સિવાય તેના સેવનથી શરીર મજબૂત બની જાય છે અને માનસિક શકિતમાં પણ સુધારો કરી શકાય છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.