આ દેશી ઉપાયથી કાયમ માટે દૂર થઈ જશે હાથ પગના દુખાવા, જીવનમાં ક્યારેય પરેશાન નહી કરે સાંધાનો દુઃખાવો.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી આયુર્વેદિક ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના વિશે સાંભળીને તમે તેનો ઉપયોગ કર્યા વગર રહી શકશો નહીં. હકીકતમાં આ આયુર્વેદિક ઔષધી મોટેભાગે પર્વતો અને પહાડો પર મળી આવે છે અને તેના મૂળનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે થાય છે. આજ પહેલા શક્ય છે કે તમે આ વનસ્પતિ વિશે સાંભળ્યું હશે પંરતુ તેનાથી થતા ફાયદાઓ વિશે તમે આજ સુધી અવશ્ય અજાણ હશો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આ આયુર્વેદિક ઔષધી કઈ છે અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

હવે તમે કહેશો કે વળી આ ઔષધિ કઈ છે તો તમને જણાવી દઈએ કે આ જટામાંસી છે. જે મોટેભાગે જંગલો અને પહાડો પર મળી આવે છે. જેને તમે બજારમાંથી તૈયાર ઘરે લાવીને ઉપયોગમાં લઇ શકો છો. જેનાથી સાંધાના દુખાવા તો દૂર થાય જ છે સાથે સાથે બીજી ઘણી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. હવે ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને રાતે સૂતી વખતે ઊંઘવામાં તકલીફ પડે છે અને જલ્દીથી ઊંઘ આવતી નથી તો તમારે જટામાંસી નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે બજારમાંથી જટામાંસી નો પાવડર લાવીને તેને રાતે સૂતા પહેલાં એક ગ્લાસ પાણીમાં ઉમેરીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી તમને માનસિક શકિત મળે છે સાથે સાથે ઊંઘ પણ જલદી આવી જાય છે.

જો તમારા ચહેરા પર ખીલ અને ડાઘ ની સમસ્યા થઈ ગઈ છે અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા જટામાંસી ના મૂળનો પાવડર લઈને તેને ગુલાબજળમાં મિક્સ કરી લેવું જોઈએ. હવે તમારે 20 મિનિટ માટે આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખવી જોઈએ. આ ઉપાય થી તમારા ચહેરા પર ખીલ રહેશે નહિ અને તમને બેદાગ ત્વચા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને વારંવાર સાંધાના દુખાવા થઈ રહ્યા છે અને રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા જટામાંસી ને તજ અને મધ સાથે મિક્સ કરીને ગરમ પાણીમાં ઉમેરી લેવું જોઈએ. હવે આ પેસ્ટની મદદથી અસરગ્રસ્ત જગ્યાની માલિશ કરવામાં આવે તો દુખાવાથી સમસ્યાથી તરત જ રાહત મળી શકે છે.

જો તમારી યાદશકિત નબળી પડી ગઈ છે અને તેના લીધે તમે કોઈપણ વસ્તુને આસાનીથી યાદ રાખી શકતા નથી તો તમારે જટામાંસી નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે બજારમાંથી જટામાંસી ના પાવડરને લાવીને તેને દૂધમાં ઉમેરી સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી તમારી માનસિક શકિતમાં વધારો થશે અને તમે યાદ શક્તિને પણ મજબૂત કરી શકશો.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment