આ નાનકડા બીજથી કરી શકાશે માથામાં ખોડો, વાળ ખરવા, કફ જેવી 5 જટિલ સમસ્યાઓનો ઈલાજ, મહિલાઓને તો મફતમાં મળશે સુંદર વાળ.

દોસ્તો શિયાળાની ઋતુમાં વાતાવરણ ઠંડુ હોવાને કારણે લોકો વિવિધ પ્રકારની બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ, તાવ વગેરેનો સામનો કરતા હોય છે અને આ બધામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય પણ અજમાવતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વળી શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની શાકભાજી બજારમાં આવે છે, જેનું સેવન કરવાથી પણ શરીરને ગરમ રાખી શકાય છે અને આ વાયરલ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. આ બધી શાકભાજીઓ માંથી એક શાકભાજી બીટની છે, જેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ તો રહેતી જ નથી સાથે સાથે ગળામાં જામી ગયેલો કફ પણ બહાર આવી જાય છે.

આમ જોવા જઈએ તો બીટ વર્ષ દરમિયાન દરેક ઋતુમાં મળી આવે છે પરંતુ શિયાળાની ઋતુમાં તેનું પ્રમાણ વધી જાય છે. લોકો તેનો ઉપયોગ સલાડ, શાકભાજી અને જ્યુસ બનાવવા માટે કરતા હોય છે પરંતુ જો તમે બીટને સીધા ખાવાને બદલે તેના બીજનો ઉપયોગ ભોજનમાં કરો છો તમે ઘણા પ્રકારના રોગોથી આસાનીથી દૂર રહી શકો છો. આ માટે તમારે બીટના બીજને સુકવીને તેનો ઉપયોગ કરવાનો રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે જ્યારે ચહેરા પર ખીલ-ડાઘ થઈ જાય છે ત્યારે ચહેરાની રોનક એકદમ ઓછી થઈ જાય છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. આવામાં જો તમારા ચહેરા ઉપર પણ ખીલની સમસ્યા રહેતી હોય તો તમારે બીટ ના બીજ નો ઉપયોગ કરવાનો રહેશે.

આ માટે તમારે બીટ ના બીજ અને તેના પત્તા નો જ્યુસ બનાવી તેમાં મધ ઉમેરી ચહેરા પર લગાવવું પડશે. આ ઉપાય કરવાથી તમારા ચહેરામાં રોનક આવી જશે અને ખીલ ડાઘથી પણ તમને છુટકારો મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે બીટ ના બીજ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બીટના બીજને સુકવી તેનો પાવડર તૈયાર કરી લેવો પડશે અને એક કપ ગરમ પાણી કરીને તેમાં બીટના બીજનો પાવડર, કાળા મરી, તુલસી અને મધ ઉમેરી લેવું પડે છે. હવે જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી થોડું નવશેકું બને ત્યારે તેનું સેવન કરવાનું રહેશે. આ ડ્રિંક પીવાથી પણ તમે કફની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિલાઓ અનિયમિત માસિકની સમસ્યાનો સામનો કરી રહી છે તેવી મહિલાઓ બીટ ના બીજ નો ઉપયોગ કરીને માસિકને નિયમિત બનાવી શકે છે. આ માટે મહિલાઓને બીટના બીજનો ઉકાળો બનાવીને પીવો પડશે. આ ઉપાય કરવાથી અનિયમિત માસિક નિયમિત થઈ જશે અને દુખાવો પણ બહુ ઓછો થશે.

જો તમારા વાળમાં ખોડો થઇ ગયો છે અથવા વાળ બહુ ખરી રહ્યા છે તો તમારે બીટ ના બીજ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં બીટના બીજનો પાઉડર અને તેના પત્તા મિક્સ કરીને તેનો જૂસ બનાવી લેવો જોઇએ અને તેને અઠવાડિયામાં બે વખત માથા પર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે જ સાથે સાથે જો તમને ડેંડ્રફની નો સામનો કરી રહ્યા છો તો તેનાથી પણ છુટકારો મળશે. તમને જણાવી દઈએ કે તમારે આ પેસ્ટને માથા પર લગાવવાના અડધો કલાક પછી માથું પાણીથી ધોઈ લેવું જોઈએ.

જો તમારા શરીરના કોઈ અંગ ઉપર સોજો આવી ગયો છે અને તે ઊતરવાનું નામ લઇ રહ્યો નથી તો તમારે બીટના બીજને વાટીને પાઉડર બનાવી લેવો જોઇએ અને તેનો લેપ કરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવો જોઈએ. હકીકતમાં બીટના બીજમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો મળી આવે છે, જે સોજાને ઓછો કરીને ઘાવ ભરવામાં મદદ કરે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment