ઇલેક્ટ્રોનિક મશીન વગર ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભગાડવા નો સરળ રસ્તો, આપણા બાપ-દાદા પણ કરતા આ ઉપાય.

મિત્રો આજે અમે તમને હાલના સમયમાં ખૂબ જ ભયંકર તાવ એટલે કે ડેન્ગ્યુના તાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે. ડેન્ગ્યુનો તાવ એડિઝ નામના માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ના તત્વો નો જન્મ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં ડેન્ગ્યુના તાવે પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દરેક લોકોએ ઘરમાં સ્વચ્છતા અને કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને ઘરમાં રહેલા મચ્છર ભગાડવા નું દેશી નુસખો અને સરળ ઉપાય તમને બતાવવા માટે જઈ રહ્યા છીએ.

મિત્રો ડેન્ગ્યુ ના મચ્છર સ્વચ્છ પાણીમાં રહેતા હોય છે. મિત્રો ખાસ કરીને તમારા ઘરમાં કોઈપણ જગ્યાએ પાણીનો ભરાવો ન થવું જોઈએ તેનુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો ના ઘરે ફ્રીજ ના પાછળના ભાગે પાણી ભરાયેલું રહેતુ હોય છે. ઘણા લોકોને માટલા ની નીચે પાણી ભરાયેલું રહેતું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ બધી જગ્યાએ સ્વચ્છ પાણીમાં ડેન્ગ્યુ ના મચ્છર જન્મ લેતા હોય છે. જેથી કરીને તમારે ઘરમાં અત્યારના સમય ખૂબ જ સ્વચ્છતા રાખવી જોઈએ. મિત્રો ઘરમાં મચ્છરો અને બગાડવા માટે તમારે શુદ્ધ ગૂગળ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ. મિત્રો આ સમયે તમારે નિયમિત રૂપે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ગૂગળ અને કપૂર ધૂપ કરવો જોઈએ.

મિત્રો જ્યારે પણ તમને વધારે પડતો મચ્છરોનો ઉપદ્રવ જણાય તેવા સમયે તમે કપૂર અને ગૂગળનો ધૂપ કરશો તો તમારા ઘરમાંથી ખૂણેખૂણેથી મચ્છરો ઘરની બહાર નીકળી જશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ અને નિરોગી બની જશે. મિત્રો અત્યારના સમયમાં આ ઉપાય તમે કરશો તો ડેન્ગ્યૂના ભયંકર તાવ થી તમે બચી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ઘરમાં વધુ પડતા મચ્છરનો ઉપદ્રવ હોય ત્યારે કડવા લીમડાના પાનને સૂકવીને તેનો ધુમાડો નિયમિતરૂપે કરવાથી ઘરમાંથી મચ્છર દૂર થઈ જાય છે. કડવા લીમડાના પાન નો ધુમાડો ઘરના દરેક રૂમમાં અને ખુણામાં કરવો જોઈએ આવું કરવાથી મચ્છર તમારા ઘરમાંથી દૂર ભાગી જશે.

મિત્રો આ પ્રકારના દેશી અને સાદા ઉપાયો કરવાથી ડેન્ગ્યુ નામના જીવલેણ તાવથી બચી શકાય છે. મિત્રો સામાન્ય તાવ સરળતાથી મટી જાય છે પરંતુ ડેન્ગ્યુના તાવમાં યોગ્ય ધ્યાન આપવામાં ન આવે અને યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ખૂબ જ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મિત્રો તમારે ડેન્ગ્યુના તાવમાં થી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં રહેલા મચ્છરો કઈ રીતે તમારા ઘરેથી દૂર ભાગે તેના પર તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મિત્ર ડેન્ગ્યુ ના મચ્છર મોટાભાગે સ્વચ્છ અને ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે એટલા માટે ઘરમાં તમે જ્યાં રહો છો,

અને જ્યાં કામ કરો છો ત્યાં કોઈપણ જગ્યાએ પાણી ભરેલું ન રહેવું જોઈએ તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે જગ્યા પર વધુ પ્રમાણમાં પાણી ભરેલું રહેતું હશે તે જગ્યાએ મચ્છરોનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળશે. આ વાતનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ થશે નહીં. અને તમે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોથી બચી શકો છો.

Leave a Comment