આયુર્વેદ

છેવટે મળી ગયો પેશાબના રોગો, બળતરા, લોહી પડવું, ચેપ વગેરેની સમસ્યાનો ઈલાજ, ફક્ત 2 જ દિવસમાં મળશે આરામ.

સામાન્ય રીતે જ્યારે મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે ત્યારે તે ભાગમાં ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે અને મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સમસ્યા ગમે ત્યારે અને કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. જ્યારે મૂત્રમાર્ગના વિસ્તારમાં ખરાબ બેક્ટેરિયા એકઠા થવા લાગે છે ત્યારે પેશાબ આવવામાં તકલીફ પડે છે અથવા બળતરા થાય છે. વળી ઘણી વખત તો લોહી પડવુંઝ આખો દિવસ થાક નબળાઇ નો અનુભવ થવો, પેશાબ કરતી વખતે ધ્રુજારી આવવી વગેરે જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે.

વળી મૂત્રમાર્ગની સમસ્યા થાય ત્યારે તેને નજરઅંદાજ કરવું મોંઘુ પડી શકે છે. કારણ કે તેને અવગણવાથી અન્ય ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી પેશાબની સમસ્યાઓ ઊભી થવા પર ઘણી એન્ટિબાયોટિક દવાઓ લેવી કારગર માનવામાં આવે છે. જો તમે સાત દિવસ સુધી ડોક્ટરી દવાઓનો ઉપયોગ કરો છો તો તમને પેશાબ સંબંધિત રોગોથી છુટકારો મળે છે. આ સાથે તમે કેટલાક ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો.

જો તમને પેશાબ કરતી વખતે બળતરા થઈ રહી હોય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે સાંભળ્યું છે કે જળ એ જીવન છે, જો તમે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો છો તમારો પેશાબ ભૂરો થવા લાગે છે અને બળતરાની સમસ્યાને પણ છુટકારો મળે છે. આ સાથે તમારે દિવસ દરમિયાન 1 થી 2 વાટકી દહીં નું સેવન કરવું જોઈએ, જેનાથી તમારા શરીરમાં ઠંડક પ્રસરે છે અને બળતરા દૂર થાય છે.

જો તમને લાંબા સમય સુધી ઇન્ફેક્શનની સમસ્યા રહેતી હોય તો તમારે દિવસમાં દર એક થી બે કલાકે પાણીનું સેવન કરતા રહેવું પડશે. કારણ કે વધુ પાણી પીવાથી વધુ પેશાબ આવશે અને ઇન્ફેક્શન ની સમસ્યામાંથી ઝડપી રાહત મળશે.

વળી પેશાબ સંબંધિત ઇન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમારે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતના દિવસ દરમિયાન એકથી બે વખત લીંબુના રસમાં થોડું મધ ઉમેરીને સેવન કરવામાં આવે તો તેનાથી પેશાબ સાથે જોડાયેલા રોગોથી છુટકારો મળે છે અને ખરાબ બેક્ટેરિયા પણ બહાર નિકળી જાય છે.

તમે ધ્યાન આપ્યું હોય તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાટા ફળો નુ સેવન કરવાનું કહેવામાં આવતું હોય છે. હકીકતમાં ખાટા ફળોમાં સાઇટ્રિક અસર હોય છે, જે ખરાબ બેક્ટેરિયા સામે લડવાની તાકાત ધરાવે છે. આવી સ્થિતિમાં જો તમને પેશાબમાં બળતરા થતી હોય તો તમારે ખાટા ફળો નુ સેવન કરવું જોઈએ, કારણ કે તે ખરાબ બેક્ટેરિયા સામે લડીને તમને પેશાબના ઇન્ફેક્શનથી છુટકારો અપાવે છે.

જો તમને ઉનાળાની ઋતુમાં પેશાબ માં બળતરા થતી હોય તો તમારી નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ હકીકતમાં નારિયેળ પાણીમાં વિટામીન સી, ઇલેક્ટ્રોલાઇટ, એમિનો એસિડ અને સાઈટો કીન નું સારું પ્રમાણ હોય છે, જે તમારા શરીરમાં થયેલી બળતરા સામે ઠંડક પહોંચાડે છે અને પેશાબ પણ આસાનીથી થાય છે.

વળી જો તમે દિવસમાં એક વખત કાકડીના રસમાં મધ અને લીંબુ નીચોવીને સેવન કરો છો તો તે તમારા શરીરમાં પાણીની કમી પૂરી કરે છે અને શરીરમાં ઠંડક પહોંચાડે છે. વળી દિવસ દરમિયાન એક થી બે વખત આ રસનું સેવન કરવામાં આવે તો તમારે વારંવાર પાણી પણ પીવું પડતું નથી.

આ સાથે તમે પેશાબ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઇલાયચી નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ઇલાયચીને ચામાં મેળવીને પીવી પડશે પરંતુ જો તમે કોઈ કારણસર ચાનું સેવન કરી શકતા નથી તો તમે તેને કોફી અથવા દૂધમાં ઉમેરીને પણ તેને પી શકો છો.

વળી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા માટે સફરજનના રસનો ઉપયોગ કરવામાં આવે છે. આજ ક્રમમાં તમે પેશાબના રોગો થી છુટકારો મેળવવા માંગો છો તો સફરજનના રસ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સફરજનના રસમાં એક ચમચી મધ અને થોડું પાણી ઉમેરીને પીવું પડશે. જેનાથી તમારો પેશાબ ખુલ્લો થશે અને તમને બળતરાની સમસ્યા થશે નહીં.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *