મિત્રો શિયાળો શરૂ થઇ ગયેલ છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુ એટલે આરોગ્યની ઋતુ. શિયાળાની ઋતુને આરોગ્યની ઋતુ માનવામાં આવે છે.
શિયાળાની ઋતુમાં અનેક પ્રકારનાં વસાણાં બનાવવામાં આવે છે અને તેનું સેવન કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના શાકભાજી બજારમાં મળે છે. મિત્રો શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના લીલા પાંદડાવાળી ભાજીઓ બજારમાં આવી જતી હોય છે. મિત્રો શિયાળાની ઋતુમાં મેથીની ભાજી બજારમાં વધુ પ્રમાણે મળે છે.
શિયાળાની ઋતુમાં મેથીના લાડુ બનાવીને ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા થાય છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને શિયાળાની ઋતુમાં મળતી મેથીની ભાજી અને મેથીના લાડુ વિશે વાત કરવા જઈ રહ્યા છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કોઇ પણ ખોરાક અને કોઈપણ વસ્તુ વ્યક્તિની પ્રકૃતિના આધારે લેવી જોઈએ.
મેથીના લાડુ નો શિયાળામાં વસાણા તરીકે ખાવાનો રિવાજ છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકો વાયુ પ્રકૃતિવાળા છે તેવા લોકો માટે મેથીની ભાજી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકોને શરીરમાં વાયુને લગતા રોગો થાય છે. તેવા લોકોએ શિયાળાની ઋતુમાં મેથીની ભાજીનું સેવન કરવું જોઈએ.
જે લોકોને સાંધામાં દુખાવો થતા હોય આંતરડામાં ગેસ થતો હોય શિયાળાની ઋતુમાં કમરમાં સખત દુખાવો રહેતો હોય તેવા લોકો માટે શિયાળાની ઋતુમાં મેથીની ભાજીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વાયુની પ્રકૃતિવાળી વ્યક્તિઓએ શિયાળાની ઋતુમાં મેથીના લાડુ બનાવીને પણ ખાવા જોઈએ.
મેથીની ભાજી ની તાસીર ગરમ હોવાથી વાયુ પ્રકૃતિવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોને શિયાળાની ઋતુમાં કફ અને શરદી ની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ મેથીની લીલી ભાજી અમૃત સમાન માનવામાં આવે છે.
મેથીની લીલી ભાજી ફેફસામાં જમા થયેલા કફની બહાર કાઢવાનું કામ કરે છે. નાના આંતરડા અને મોટા આંતરડાને સાફ રાખવાનું કામ મેથીની લીલી ભાજી અને મેથીના લાડુ કરે છે. શિયાળાની ઋતુમાં લીલી મેથીનું સેવન કરવાથી ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે અને અપચાની સમસ્યામાથી છુટકારો મળે છે.
મેથીના લાડુ પચવામાં ખૂબ જ ભારે હોવાથી તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. જે લોકોની છાતીમાં બળતરા થતી હોય પેટમાં બળતરા થતી હોય તેવા લોકોએ મેથીની ભાજીનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હોજડીમાં અને આંતરડામાં ચાંદા પડવાની સમસ્યા હોય તેવા લોકોએ પણ મેથીની ભાજી અને મેથીના લાડુ નું સેવન ન કરવું જોઈએ.