મિત્રો દરેક ભારતીય રસોડામાં જીરુંનો ઉપયોગ થતો હોય કે જીરું ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક પ્રકારની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જીરું અમુક રોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ભારતીય રસોડામાં જીરું એક અલગ મહત્વ છે દરેક રસોઈઘરમાં આપણને જીરુ મળી રહે છે. આજના લેખમાં અમે તમને જીરુ થી થતા સ્વાસ્થ્યને લગતા લગતા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સિંધાલૂણ મીઠું અને શીખેલું સરખા ભાગે લઈ તેનું ચુર્ણ બનાવી આ ચૂર્ણ વડે મંજન કરવાથી દાંત માં થતા દુખાવા બંધ થાય છે.
જે લોકોને પાયોરિયા ની તકલીફ હોય, જે લોકોની મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, જે લોકોને સતત દાંતમાં અને દાઢ માં દુખાવા રહેતો હોય આ બધી જ તકલીફોમાં આ ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જીરુનો લેપ બનાવીને પેટ પર લગાવવાથી પેટમાં થતો દુખાવો તરત જ મટી જાય છે.
જે લોકોને સતત પેટમાં દુખાવો રહેતો હોય અને મટતો ન હોય તેવા લોકોએ જીરુનો લેપ બનાવીને પેટ ઉપર લગાવવો જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી પેટમાં થતો દુખાવો તરત બંધ થઈ જાય છે.
મિત્રો જે લોકોને ખસ થઈ હોય તેવા લોકોએ જીરું નાખીને તે પાણીને ઉકાળીને સ્નાન કરવાથી ખસ મટી જાય છે. જીરુંના પાણી વડે સ્નાન કરવાથી ચામડી સંબંધિત સમસ્યા દૂર થાય છે. આ ઉપાય કરવાથી શરીર પર આવતી ખંજવાળ દૂર થાય છે.
મિત્રો મોટાભાગના લોકોને હોઠમાં પાક થઈ જતો હોય છે. જીરૂ ની પેસ્ટ બનાવીને હોઠ પર લગાવવાથી હોઠમાં થતો પાક મટી જાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે લોકોને હરસ-મસાની સમસ્યા હોય તે લોકો માટે જીરું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જીરું ઉલ્લેખ બનાવીને હરસ મસા ની જગ્યાએ લગાવવાથી હરસ-મસાની સમસ્યામાં રાહત મળે છે.
મિત્રો જે લોકોને હરસ-મસાની સમસ્યા હોય તેવા લોકો એ આ ઉપાય કરવો જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકો ને ઉલટી બંધ નથી થતી હોય તેવા લોકોએ જીરુંના ધુમાડાનો શેક લેવાથી તરત જ ઊલટી બંધ થઇ જાય છે.
મિત્રો ઘણા લોકોને મચ્છર કરવાને લીધે એલર્જી જેવી સમસ્યા થતી હોય છે જે લોકોને મચ્છર કરડયા હોય, એલર્જી થઇ હોય, તેવા લોકોએ જીરુંનો પાવડર અને સુંઠના પાવડરની પેસ્ટ બનાવીને લગાવવાથી તરત જ રાહત થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા સ્વાસ્થ્ય માટે જીરું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જીરાના આ પ્રકારના ઉપાયો કરીને આપણે અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મેળવી શકીએ છીએ.