સામાન્ય રીતે જ્યારે દાંતમાં દુખાવો શરૂ થઇ જાય છે ત્યારે તેની અવગણના કરવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. જો તમે પણ દાંતના દુખાવાથી પીડિત છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે તમે ડોક્ટર પાસે ગયા વિના કેટલાક ઘરેલૂ ઉપાયથી દાંતના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
આપણા શરીરમાં દાંત ખૂબસૂરતી વધારવા નું કામ કરે છે, તેથી દાંતની દેખભાળ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે દાંત અથવા તેના મૂળમાં કોઈ પરેશાની થવા લાગે છે ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે દાંતને મજબૂત રાખવા માટે પેઢાંને પણ મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે.
તમે ધ્યાન આપ્યું હોય તો કેટલાક લોકોને દાંત સંબંધી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે, જેના લીધે તેમને ખાવામાં પણ તકલીફ પડે છે. આ સાથે ઘણા લોકોને કેલ્શિયમની કમી ના કારણે પણ દાંત દુખાવા લાગે છે. જો તમારા શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ન હોય તો તેનાથી દાંત તૂટવાની પણ સમસ્યા રહે છે.
જો તમે હાર્ડ બ્રશનો ઉપયોગ કરો છો તો તેનાથી પણ દાંત માં દબાણ આવે છે અને દાંત દુખાવા ની સમસ્યા રહે છે, તેથી તમારે હંમેશા મુલાયમ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે હૃદયરોગ અને ફેફસાનું કેન્સર પણ દાંતના દુખાવા નું કારણ બને છે.
આસાથે કેટલાક કિસ્સાઓમાં દાંતનો દુખાવો હૃદય સંબંધી બીમારીઓ નું સૂચન કરે છે. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને દાંતનાં દુખાવાથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
લસણ દાંતના દુખાવામાં લસણ ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. એક લસણની કળી ને દાંત વચ્ચે દબાવી ને રાખવાથી દાંતનો દુખાવો ઓછો થઈ જાય છે અને તમને આરામ મળે છે.
બટાકા સામાન્ય રીતે બટાટા દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે. જો તમારા દાંતમાં દુખાવો અથવા સોજાની સમસ્યા થઈ રહી છે તો તમારે બટાકાને છોલીને તેની સ્લાઈસ અસરગ્રસ્ત વિસ્તાર પર 20 મિનિટ સુધી લગાવી દેવી જોઈએ. જેનાથી તમને રાહત મળે છે.
લીંબુ લીંબુમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ માટે દાંતના દુખાવા વાળા ભાગ પર લીંબુ નો ટુકડો કરીને મૂકી દેવાથી પણ દાંતના દુખાવાથી રાહત મળે છે અને જો દાંતમાં ખરાબ બેક્ટેરિયા જમા થઈ ગયા હોય તે પણ બહાર નિકળી જાય છે.
બરફ જો તમને દાંત માં સૌથી વધારે દુખાવો થઈ રહ્યો છે અને તમારી પાસે કોઈ વસ્તુ નથી તો તમે 20થી 25 મિનિટ સુધી અસરગ્રસ્ત વિસ્તાર પર બરફનો ટુકડો રાખી શકો છો. જેનાથી દાંત નો દુખાવો ઓછો થઈ જાય છે અને પીડાથી પણ મુક્તિ મળે છે.
સેંધા નમક જો તમારા દાંતમાં કીડા પડયા છે અને તેના કારણે દુખાવો થઈ રહ્યો છે તો તમારે સેંધા નમક માં થોડુંક સરસવનું તેલ મિક્સ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પેસ્ટ સ્વરૂપે લગાવી દેવું જોઈએ. જેનાથી તમને દાંતનાં દુખાવાથી છુટકારો મળે છે.
લવિંગ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે લવિંગનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં લવિંગને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ.
હવે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ જેનાથી દાંત માં રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે અને દુખાવાથી છુટકારો મળે છે.
ફટકડી દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે ફટકડીનો પાવડર પણ રામબાણ સાબિત થઇ શકે છે. જેનાથી દાંતના દુખાવામાં રાહત થાય છે. આ માટે તમારે ફટકડી ગ્રાઈન્ડ કરીને તેની અસર વિસ્તારમાં થોડાક સમય માટે દબાવી રાખવી જોઈએ.
કપૂર તમે કપૂર ના ટુકડા નો ઉપયોગ કરીને પણ દાંત માં રહેલા ખરાબ બેક્ટેરિયાને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત બનાવી શકો છો. જેનાથી તમારા દાંત એકદમ મજબૂત બની જાય છે.