દોસ્તો લીમડાની છાલનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. લીમડો એક પ્રકાર નું ઝાડ છે જેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે કરવામાં આવે છે. લીમડામાં ખૂબ જ ગુણકારી ઔષધિ હોય છે, જેના પાન થી લઈને છાલ સુધી દરેક વસ્તુ રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
લીમડાની છાલ માં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે, જે ઘણી બીમારીઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે. લીમડા ની તાસીર ઠંડી હોય છે જેના લીધે તેનો ઉપયોગ ગરમીની ઋતુમાં વધારે કરવામાં આવે છે, આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને લીમડાની છાલનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
લીમડાની છાલ અલ્સર ના રોગીઓ માટે ફાયદાકારક હોય છે. લીમડાની છાલ ના અર્કમાં મળી આવતાં પોષકતત્ત્વો અલ્સર જેવી બીમારીઓના લક્ષણોને ઓછાં કરવામાં મદદ કરે છે.
આ સિવાય લીમડાની છાલનો ઉપયોગ મેલેરિયા જેવા રોગો માટે પણ ફાયદાકારક હોય છે. મેલેરીયા દરમિયાન તાવ શરદી થઈ જવી વગેરે માટે લીમડાની છાલને પાણીમાં ઉકાળીને તે ઉકાળો તૈયાર કરી લેવો જોઈએ. હવે આ ઉકાળાનું સેવન કરવાથી તાવ દૂર થઈ જાય છે.
જો તમને ત્વચા પર ખીલ, ડાઘ, બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ જેવી સમસ્યાઓ થઇ હોય તો તમારે લીમડાની છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી જોઈએ. હકીકતમાં તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણધર્મો મળી આવે છે, જે ત્વચા સંબંધી રોગોમાં સુરક્ષા પ્રદાન કરે છે. લીમડાની છાલ માં શક્તિવર્ધક ગુણધર્મો મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખીને તમને ઘણા રોગો સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે.
લીમડાની છાલ માં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને મળી આવે છે, જે લોહીને સાફ કરીને રક્ત સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. લીમડાની છાલ દાંત માટે ફાયદાકારક હોય છે. લીમડાની છાલના રસનું સેવન કરવાથી ઊલટીની સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય લીમડાની છાલ ના રસમાં મધ મિક્સ કરીને પીવાથી જો તમને ઝાડા થઈ ગયા હોય ઉલટી થવા ની સમસ્યા થતી હોય તો તેનાથી છૂટકારો મળે છે.
લીમડાની છાલ ડાયાબિટીસના રોગીઓ માટે પણ ફાયદાકારક હોય છે. આ માટે તમારે લીમડાની છાલ સાથે ગાજર ના બીજ, કાળા તલને પીસીને ખાવા જોઈએ. લીમડાની છાલનો ઉપયોગ ગઠીયા રોગો માટે ફાયદાકારક હોય છે.
આ માટે તમારે લીમડાની છાલ માં થોડું પાણી ઉમેરીને તેને પેસ્ટ સ્વરૂપે બનાવી લેવું જોઈએ. હવે આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર પેસ્ટ સ્વરૂપે લગાવવાથી ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે અને તમને આરામ મળે છે. આ સિવાય લીમડાની છાલ નો અર્ક દિવસમાં બેથી ત્રણ વખત લેવામાં આવે તો પણ તમે લકવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.